ગુજરાતી સિનેમા Movies Music

કીર્તિદાન ગઢવી અને પ્રિયા સરૈયાના અવાજમાં સાંભળો ગુજરાતી લોકગીત ‘સાઈબો રે’

ટીપ્સ ગુજરાતી મ્યુઝિક લેબલ દ્વારા આ વેલેન્ટાઈન્સ ડે પર ‘સાઈબો રે’ નામનું લોકગીત રિલીઝ કરવામાં આવ્યું. આ ગીતને કીર્તિદાન ગઢવી અને પ્રિયા સરૈયાએ ગાયું છે જેમાં પ્રેમ સાથે ગમગીની પણ જોડાયેલી છે. ગીતના શબ્દો રાજભા ગઢવી અને પ્રિયા સરૈયાએ લખ્યા છે તો કમ્પોઝ પણ તેમણે જ કર્યું છે. આ ગીતમાં પત્ની પોતાના શહેર ગયેલા પતિને પત્રો લખીને તેના જવાબની રાહ જોઈ રહી છે. આ ગીત જોયા બાદ તમને પણ તમારા જીવનની આવી જ કોઈ વિરહની ક્ષણ યાદ આવી જાય તો નવાઈ નહી. જુઓ ગીત:

આ ગીતને અત્યારસુધી ૧૦ લાખ કરતાં પણ વધુ વ્યુઝ મળી ચૂક્યા છે. ટીપ્સ ગુજરાતી તરફથી કુમાર તુરાની કહે છે કે, “કેટલાક ગીતો એવા હોય છે જે પેઢીઓ બદલાય છતાંય જાણે શાશ્વત લાગે. જ્યારે તમે આવા ગીત સાંભળો છો ત્યારે તે ફક્ત કોઈના જીવનની ગમગીન યાદોને પાછું નથી લાવતું, પણ તેને ફરી જીવંત બનાવે છે. ‘સાઈબો રે’ ચોક્કસપણે આવી જ મેલડી છે. એક સુંદર નવા અવાજ અને અભિગમ સાથેનું આ ગીત ખાસ કરીને આજની ઓડિયન્સ આવકારશે.”

આ પણ વાંચો:ખાટા-મીઠા સંબંધોની વાત લઈને આવી રહી છે ‘ગોળકેરી’ (વાંચો આ ગુજરાતી ફિલ્મ વિશે)

તો લોકલાડીલા કીર્તિદાન ગઢવી સાથે પોતાનો મધુર સ્વર આપનારા પ્રિયા સરૈયા આ ગીતને એક સપના જેવું ગણીને કહે છે કે, “હું થોડા સમયથી કીર્તિભાઈ સાથે ‘સાઈબો રે’ પર કામ કરું છું અને તેમની સાથે ગીત ગાવાનું મારું સપનું આજે પૂરું થયું છે. અમને બંનેને સાથે લાવવા માટે આ ગીત પરફેક્ટ હતું. કીર્તિભાઈ હંમેશા કંઈક સમકાલીન ગાવા ઇચ્છતા હતા. મને આશા છે કે આ ગીત બધાને ગમશે.”


0 comments on “કીર્તિદાન ગઢવી અને પ્રિયા સરૈયાના અવાજમાં સાંભળો ગુજરાતી લોકગીત ‘સાઈબો રે’

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: