Television

‘શક્તિ અસ્તિત્વ કે એહસાસ કી’ની ‘પ્રીતો’ કામ્યા પંજાબીએ લગ્ન કર્યા

૪૦ વર્ષીય ટીવી અભિનેત્રી કામ્યા પંજાબી પોતાના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ શલભ ડાંગ સાથે લગ્નગ્રંથિથી જોડાઈ છે.

અસ્તિત્વ- એક પ્રેમ કહાની’, ‘રેત’, ‘વો રહેનેવાલી મહેલોં કી’, ‘બનૂ મેં તેરી દુલ્હન’, ‘નાગિન’ જેવા ટીવી શોથી જાણીતી બનેલી અભિનેત્રી કામ્યા પંજાબી પોતાના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ શલભ ડાંગ સાથે પરણી ગઈ છે.

84177941_2614496365497249_5597176121559057411_n

83884327_199328594484164_6911879463132047980_n

84011893_2972851259444393_4790099840806737260_n

૯મી ફેબ્રુઆરીએ ગુરુદ્વારામાં સગાઈ કર્યા બાદ તેણે ગઈ કાલે પરિવારજનો અને નજીકના મિત્રોની હાજરીમાં શલભ સાથે પ્રભુતામાં પગલા પાડ્યા. કામ્યાએ ૨૦૦૩માં બિઝનેસમેન બંટી નેગી સાથે લગ્ન કર્યા હતા. તેમને ૧૦ વર્ષની એક દીકરી પણ છે. ત્યાર બાદ ૨૦૧૩માં કામ્યાએ ડિવોર્સ લઈ લીધા હતા.  ‘શ… કોઈ હૈ’થી ટીવી કરિયર શરૂ કરનાર કામ્યા ‘અસ્તિત્વ… એક પ્રેમ કહાની’, ‘એફ.આઈ.આર.’, ‘તુ આશિકી’ સહિતની અઢળક સિરીયલો કરી ચૂકી છે. હાલ તે કલર્સ ટીવીના પોપ્યુલર શો ‘શક્તિ અસ્તિત્વ કે એહસાસ કી’માં પ્રીતોનો રોલ ભજવી રહી છે.


0 comments on “‘શક્તિ અસ્તિત્વ કે એહસાસ કી’ની ‘પ્રીતો’ કામ્યા પંજાબીએ લગ્ન કર્યા

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: