Television

કલર્સનો પૌરાણિક શો ‘રામ સિયા કે લવ કુશ’ આજથી બંધ

ઓગસ્ટ ૨૦૧૯માં ચાલુ થયેલો આ શો કાયદાકીય વિવાદ ઉપરાંત વ્યુઅરશિપમાં ઘટાડો થવાને લીધે બંધ થયો છે અને તેની જગ્યા હવે ‘બેરિસ્ટર બાબુ’ લેશે

અમદાવાદ. ઓગસ્ટ ૨૦૧૯માં શરૂ થયેલો કલર્સ ટીવીનો મેગા માઇથોલોજિકલ પ્રોજેક્ટ ‘રામ સિયા કે લવ કુશ’ આજથી બંધ થઈ રહ્યો છે. કેટલાક કાયદાકીય ઈશ્યુ અને વ્યુઅરશિપ મામલે ડચકાં ખાતાં આ શોને આખરે બંધ કરવામાં આવ્યો છે. આ શોની વાર્તામાં નાવીન્ય હોવાથી તે એક પ્રોમિસિંગ શો ગણાતો હતો પણ તે ક્યારેય એટલી મોટી સંખ્યામાં દર્શકો ન મેળવી શક્યો. આ ઉપરાંત ગયા વર્ષે સપ્ટેમ્બર માસમાં આ શો વિવાદમાં ફસાઈ ગયો હતો. આ શોને લીધે પંજાબના વાલ્મિકી સમાજની લાગણી દુભાતા એક મહિના માટે તેને રાજ્યમાં બૅન પણ કરવામાં આવ્યો હતો.

67280250_2086364118134139_5522448840776155246_n

આ શોની જગ્યાએ હવે ‘બેરિસ્ટર બાબુ’ નામનો શો જોવા મળશે. બાળવિવાહ તેમજ અન્ય સામાજિક મુદ્દા પર આધારિત આ શોમાં ઔરા ભટનાગર અને પ્રવિષ્ટ મિશ્રા લીડ રોલમાં છે. કલર્સ ચેનલ પર ‘રામ સિયા કે લવ કુશ’ ઉપરાંત ‘બેપનાહ પ્યાર’ પણ આ મહિનાના અંતમાં બંધ થવાનો છે. તેની જગ્યાએ એકતા કપૂરનો શો ‘પવિત્ર ભાગ્ય’ ચાલુ થશે.

maxresdefault (6)


0 comments on “કલર્સનો પૌરાણિક શો ‘રામ સિયા કે લવ કુશ’ આજથી બંધ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: