Television

‘નીલ બટ્ટે સન્નાટા’ ફેમ રિયા શુક્લ કલર્સની ‘નાટી પિન્કી કી લંબી લવ સ્ટોરી’માં

કલર્સના આગામી રોમકોમ શોમાં એક ઠીંગણી છોકરી (પિન્કી)ના સંઘર્ષ અને તેની લવસ્ટોરીની વાત છે.

અમદાવાદ. કલર્સ પર ૨૭મી જાન્યુઆરીથી ‘નાટી પિન્કી કી લંબી લવ સ્ટોરી’ નામનો શો શરૂ થવાનો છે જેમાં એક ઠીંગણી છોકરી (પિન્કી)ના સંઘર્ષ અને તેની લવસ્ટોરીની વાત છે. આ રોમકોમ ડ્રામા સિરીઝમાં રિયા શુક્લ લીડ રોલમાં છે જેનું કદ તો નાનું છે પણ તે હાજરજવાબી અને સકારાત્મક વલણ સાથે જીવનારી છોકરી છે. પિન્કીનું પાત્ર શુદ્ધ હિન્દીમાં વાતચીત કરે છે તેથી મૂળ લખનૌની રિયાએ હિન્દી ભાષા પરની પકડ મજબૂત કરવા માટે અંગ્રેજી બોલવાનું બિલકુલ બંધ કર્યું હતું. આ ઉપરાંત, કાનપુરી લહેકો જરૂરી હોવાથી તેણે પોતાના વતન જઈને હિન્દીમાં વાતચીત વધારી હતી તેમજ યુપીની સરકારી સ્કૂલોમાંથી કેટલાક હિન્દી પુસ્તકો પણ મંગાવ્યા હતા જેથી હિન્દી ભાષા અને પાયાના વ્યાકરણ પર પ્રભુત્વ મેળવી શકાય.

2 ડિગ્રી તાપમાનમાં શુટિંગ કરતો રહ્યો શાહિદ કપૂર, ડિરેક્ટરે કર્યો ખુલાસો

રિયા ‘નીલ બટ્ટે સન્નાટા’ અને ‘હિચકી’ જેવી હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. આ શોમાં પુનિત ચોક્સી પણ મહત્વના રોલમાં જોવા મળશે જેણે ‘ઈશ્ક આજ કલ’, ‘સાડા હક’ અને ‘વિશ’ જેવા ટીવી શો કર્યા છે. આ સિવાય શીતલ રંજનકર, વિશ્વજીત પ્રધાન, પ્યુમોરી મહેતા ઘોષ, નીલમ ગુપ્તા પણ આ શોમાં જોવા મળશે. શશાંક ભારદ્વાજ અને સુમિત સોદાની નિર્દેશિત આ શો સોમથી શુક્ર રાત્રે ૯.૩૦ કલાકે પ્રસારિત થવાનો છે.


0 comments on “‘નીલ બટ્ટે સન્નાટા’ ફેમ રિયા શુક્લ કલર્સની ‘નાટી પિન્કી કી લંબી લવ સ્ટોરી’માં

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: