ગુજરાતી સિનેમા Movies

હવે મચશે ડરની અફરા તફરી: જુઓ ગુજરાતી હોરર-કોમેડી ફિલ્મ ‘અફરા તફરી’નું ટ્રેલર

14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડેના દિવસે રીલીઝ થનારી ગુજરાતી ફિલ્મ ‘અફરા તફરી’નું ટ્રેલર આવી ચૂક્યું છે. આ પહેલી ગુજરાતી હોરર-કોમેડી ફિલ્મ અંગે દર્શકોમાં ઘણી ઉત્સુકતા જોવા મળી છે. છેલ્લા કેટલાય સમયથી નવા નવા વિષય પર ફિલ્મો બનવવાની મોસમ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહી છે ત્યારે ડિરેક્ટર વિરલ રાવે પણ જરા હટકે વિષય પર હાથ અજમાવ્યો છે. ફિલ્મની કાસ્ટ જોઈને જ લાગતું હતું કે ફિલ્મમાં ડરની સાથે ભરપૂર હાસ્યની ધમાચકડી જામશે. ટ્રેલરમાં જોવા મળતી વિચિત્ર પરિસ્થિતિઓ દર્શકોને ખૂબ હસાવશે તો ક્યારેય ક્યારેક ડરનો ચમકારો પણ જોવા મળશે. મિત્ર ગઢવી અને કિશોરકાકા તરીકે જાણીતા સ્મિત પંડ્યા અહીં ધૂમ મચાવતા જોવા મળે છે. તો અભિનેત્રી ખુશી શાહ પણ ખૂબ સુંદર લાગી રહી છે. શેખર શુકલા તેમજ અન્ય કલાકારોનો કાફલો દર્શકોને હસાવીને લોટપોટ કરી નાખશે તેમાં કોઈ શંકા નથી. જુઓ ટ્રેલર:

0 comments on “હવે મચશે ડરની અફરા તફરી: જુઓ ગુજરાતી હોરર-કોમેડી ફિલ્મ ‘અફરા તફરી’નું ટ્રેલર

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: