ગુજરાતી સિનેમા

આગામી ગુજરાતી ફિલ્મ ‘કેમ છો?’ની ટીમે જીવદયા ટ્રસ્ટની મુલાકાત લીધી

ઉત્તરાયણના પર્વ પર અપકમિંગ ગુજરાતી ફિલ્મ “કેમ છો?”ના કલાકારો તુષાર સાધુ અને કિંજલ રાજપ્રિયા તથા પ્રોડ્યુસર શૈલેષ ધમેલિયા અને ડિરેક્ટર વિપુલ શર્મા સહિતની સમગ્ર ટીમે અમદાવાદના “જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ”ની મુલાકાત લીધી હતી. ફિલ્મના કલાકારોએ સંદેશો આપ્યો હતો કે ઉત્તરાયણના પર્વ પર પતંગની દોરીનાં કારણે ઘણા પક્ષીઓ ઘાયલ થાય છે, તેથી આપણે નૈતિક જવાબદારી સમજીને પતંગની દોરીથી પક્ષીઓ ઘાયલ ના થાય તે માટેની તકેદારી રાખવી જોઇએ. વધારાની દોરીઓનો યોગ્ય નિકાલ કરવો જોઈએ કે જેનાથી પક્ષીઓ ઘાયલ ના થાય.

WhatsApp Image 2020-01-16 at 11.44.19 AM
તુષાર સાધુ અને કિંજલ રાજપ્રિયા

WhatsApp Image 2020-01-16 at 11.44.21 AM (1)

WhatsApp Image 2020-01-16 at 11.44.21 AM

WhatsApp Image 2020-01-16 at 11.44.20 AM

‘કેમ છો?’ની વાત કરીએ તો તુષાર સાધુ અને કિંજલ રાજપ્રિયા ઉપરાંત જૈમિની ત્રિવેદી, હરીશ ડાગિયા, કલ્પેશ પટેલ, ચૈતન દૈયા, જય પંડ્યા તથા મમતા ભાવસાર સહિતના કલાકારોને ચમકાવતી આ ફિલ્મ આવતી કાલે રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મનું ટ્રેલર જોતા તે હલકી-ફૂલકી ફિલ્મ લાગે છે.

ફિલ્મ વિશે વધુ વાંચો:આગામી ગુજરાતી ફિલ્મ ‘કેમ છો?’


0 comments on “આગામી ગુજરાતી ફિલ્મ ‘કેમ છો?’ની ટીમે જીવદયા ટ્રસ્ટની મુલાકાત લીધી

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: