Bollywood Movies

2 ડિગ્રી તાપમાનમાં શુટિંગ કરતો રહ્યો શાહિદ કપૂર, ડિરેક્ટરે કર્યો ખુલાસો

પાછલા વર્ષની બ્લોકબસ્ટર ફિલ્મ ‘કબીરસિંહ’ ના બાદ શાહિદ કપૂરની આગામી ફિલ્મ જર્સીનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ ફિલ્મનો મોટા ભાગનો હિસ્સો ચંદીગઢમાં શૂટ કરવામાં આવ્યો છે. શુટિંગ દરમિયાન ઘણી વાર એવો સમય આવ્યો કે ફિલ્મના યૂનિટને લાગ્યું કે શુટિંગ કરવું શક્ય નથી પરંતુ શાહિદે કાતિલ ઠંડીની પરવા કર્યા વગર પોતાનું કામ ચાલુ રાખ્યું હતું. આ સિઝન ચંદીગઢની અત્યાર સુધીની સૌથી ઠંડી સિઝન કહેવામાં આવે છે આવામાં પણ શાહિદે કડકડતી ઠંડીમાં કોઈ ફરિયાદ કર્યા વગર પોતાનું આઉટડોર શુટિંગ પૂર્ણ કરીને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

View this post on Instagram

#jersey the prep begins.

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on

બર્થડે સ્પેશિયલ: આ વ્યક્તિને લીધે આજે ઈરફાન ખાન છે ટોચ પર, કેન્સરને પણ હરાવી ચૂક્યો છે

જર્સીના દિગ્દર્શક ગૌતમ તિન્નનુરીનું કહેવું છે કે, ‘શાહિદ ખૂબ જ પ્રોફેશનલ છે. ભારતમાં શિયાળા દરમિયાન મોટાભાગના સિતારાઓ ગરમ જગ્યાએ શુટિંગ કરવા માટે જતા હોય છે. પરંતુ અમારે ભારતનો શિયાળો જ દર્શાવવો હતો અને શાહિદે ફિલ્મની જરૂરિયાત પ્રમાણે શુટિંગ કરીને અમને સૌને ચોંકાવી દીધા છે. આટલી કાતિલ ઠંડીમાં પણ તે છેલ્લે સુધી આઉટડોર લોકેશન પર રહ્યો હતો.

લવની લવસ્ટોરીસ: આ ‘લવની ભવાઈ’ કરવામાં લવ ‘રોંગસાઈડ’ જશે કે પછી..

નિર્માતા અમન ગિલ શૂટિંગને યાદ કરતા જણાવે છે કે, ‘ રાત્રે જ્યારે તાપમાન 2 ડીગ્રી જેટલું નીચું જતું રહેતું ત્યારે પણ શાહિદ તેના કિરદારમાં ખોવાયેલો રહેતો હતો. એક પ્રોફેશનલ અભિનેતા તરીકે તેને ખ્યાલ હતો કે નિયત સમયમાં શુટિંગ પૂર્ણ કરવું કેટલું જરૂરી છે અને તેણે આમ જ કર્યું હતું.


0 comments on “2 ડિગ્રી તાપમાનમાં શુટિંગ કરતો રહ્યો શાહિદ કપૂર, ડિરેક્ટરે કર્યો ખુલાસો

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: