ગુજરાતી સિનેમા Movies

લવની લવસ્ટોરીસ: આ ‘લવની ભવાઈ’ કરવામાં લવ ‘રોંગસાઈડ’ જશે કે પછી..

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો હાલ ખૂબ સારો સમય ચાલી રહ્યો છે એમ કહી શકાય. ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’એ નેશનલ એવોર્ડ જીતીને રીતસરનો છાકો જ પાડી દીધો છે. તો છેલ્લા કેટલાય વર્ષોમાં ખૂબ સારા વિષયો ધરાવતી અને દર્શકોને જોરદાર મનોરંજન આપતી ફિલ્મો ઈન્ડસ્ટ્રીએ આપી છે. મૂળ નાટકનો જીવ પરંતુ છેલ્લા કેટલાય સમયથી ‘બે યાર’, ‘લવની ભવાઈ’ , ‘રોંગસાઈડ રાજુ’ અને ‘ધુનકી’ જેવી ફિલ્મો કરી ગુજરાતી દર્શકોના દિલમાં છવાઈ જનાર વર્સેટાઇલ અભિનેતા એટલે પ્રતીક ગાંધી. જુદા અને અનોખા વિષયો પર આવેલી આ ફિલ્મોમાં પોતાના જાનદાર અભિનય દ્વારા પ્રતીક ગાંધી ગુજરાતી ફિલ્મો માટે સફળતાનો પર્યાય બન્યા છે.

80090523_2893722237327160_1749189808560799744_o (1)

આ પણ વાંચો: પ્રેમની સિઝનમાં આવી રહી છે ‘લવની લવસ્ટોરીઝ’: જોજો પ્રેમમાં ન પડી જતા!

ફરી એકવાર પ્રતીક ગાંધી દિગ્દર્શક દુર્ગેશ તન્નાની આગામી ફિલ્મ ‘લવની લવસ્ટોરી’માં લીડ એક્ટર તરીકે જોવા મળશે. ફિલ્મના નામ પરથી જ રોમેન્ટિક લાગતી આ ફિલ્મ સાથે ત્રણ ત્રણ અભિનેત્રી પણ સંકળાયેલી જેમાં ‘હેલ્લારો ગર્લ’ શ્રદ્ધા ડાંગર, તો પ્રતીક સાથે ધૂનકીમાં જોવા મળેલી દીક્ષા જોશી અને વ્યોમા નંદી. આ ઉપરાંત ફિલ્મમાં ભાવિની જાની, અલ્પના બુચ, વંદના વિઠલાણી, ભવ્યા સિરોહી, મેહુલ બુચ, તર્જની ભાડલા, અને હરિકૃષ્ણ દવે જેવા કલાકારો પણ જોવા મળશે. તો પ્રતીકના પાત્ર લવના મિત્રના રોલમાં જોવા મળશે અનેક એડ ફિલ્મમાં જોવા મળેલો હાર્દિક સાંઘાણી.

81528006_2944389578927092_8809282033550360576_o (1)

આ પણ વાંચો: ગુજરાતી સિનેમા: ૨૦૧૯ના ટોપ ફાઈવ મ્યુઝિક આલ્બમ કયા છે? જુઓ વિડીયો

અહીં ત્રણ હિરોઇન હોવાના કારણે મુખ્ય પાત્ર લવ એટલે કે પ્રતીક કોના લવમાં પડશે અને કોને છોડશે તે જોવું રસપ્રદ બની રહેશે. હળવીફુલ લાગતી આ ફિલ્મમાં મેથડ એક્ટર ગણાતા પ્રતીક ગાંધી પણ એકદમ હળવાફુલ મૂડમાં જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર જોઈને સૌને પ્રતીક ગાંધી ઉર્ફે લવની લવસ્ટોરીઓ સફળ રહેશે કે કેમ ? લવને તેનો સાચો પ્રેમ મળશે? અને જો સાચો પ્રેમ મળશે તો લવના લગ્ન થશે કે કેમ? જેવા અનેક પ્રશ્નો સ્વાભાવિક રીતે મનમાં ઉદ્દભવશે જ અને આ તમામ પ્રશ્નોના જવાબ માટે ફિલ્મ જોવી રહી. પ્રતીક ગાંધી અહીં ચોકલેટી બોયના અવતારમાં દેખાશે. તો સાથે સાથે શ્રદ્ધા, દીક્ષા અને વ્યોમા પણ પોતાનો જલવો બતાવવા તૈયાર છે. કર્ણપ્રિય સંગીત સાથેના સુંદર સોંગ્સ પણ ધરાવતી ‘લવની લવસ્ટોરીસ’ 31મી જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે.


0 comments on “લવની લવસ્ટોરીસ: આ ‘લવની ભવાઈ’ કરવામાં લવ ‘રોંગસાઈડ’ જશે કે પછી..

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: