Bollywood Movies

બર્થડે સ્પેશિયલ: આ વ્યક્તિને લીધે આજે ઈરફાન ખાન છે ટોચ પર, કેન્સરને પણ હરાવી ચૂક્યો છે

બોલીવુડમાં પોતાના અદ્ભુત અભિનયથી જાણીતા બનેલા ઈરફાન ખાનનો આજે જન્મદિવસ છે. આજે 53 વર્ષના થયેલા ઇરફાને પોતાની જિંદગીમાં ખૂબ ઉતાર-ચઢાવ જોયા છે પરંતુ તેમણે ક્યારેય હાર નથી માની. ઈરફાનની દરેક મુશ્કેલીઓમાં એક વ્યક્તિ હંમેશા તેની સાથે મજબૂતાઈથી ઉભી રહી છે. આજે ઈરફાન જે પણ છે તે આ જ વ્યક્તિના કારણે છે. કોણ છે આ વ્યક્તિ? આવો આજે તેમના જન્મદિવસે જાણીએ કેટલીક અજાણી વાતો.

કહેવાય છે કે દરેક સફળ પુરુષના પાછળ એક સ્ત્રીનો હાથ રહેલો હોય છે. આ વાત ઈરફાન માટે બિલકુલ બંધબેસતી છે. ઈરફાનનું જીવન શરૂઆતથી જ સંઘર્ષમય રહ્યું છે. જયપુરના આમેરના એક નાનકડા વિસ્તારમાં એક લોઅર મિડલ કલાસ પરિવારમાં જન્મેલા ઈરફાન તેમના પરિવારના સૌથી મોટા પુત્ર હતા જેથી તેમના પર જવાબદારીઓ પણ ઘણી હતી. બાળપણથી જ એક્ટર બનવાની ચાહતના કારણે તે ઘરે જૂઠું બોલીને દિલ્હી આવી ગયા. તેઓ એક્ટિંગનો કોર્સ કરવા માંગતા હતા પરંતુ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં તેમને પ્રવેશ મળ્યો નહિ. આ જ અરસામાં ઈરફાનના પિતાનો દેહાંત થયો આથી ઈરફાન ભારે મુશ્કેલીમાં આવી ગયા. આ કપરા સમયમાં એક છોકરી તેમની મદદે આવી. બાદમાં ઈરફાને તેના મિત્રો સાથે મળીને એક ટેલિફિલ્મ બનાવી જે જોઈને જાણીતા દિગ્દર્શક ગોવિંદ નિહલાનીએ તેને કામ આપ્યું. મુશ્કેલીના આ સમયમાં મદદ કરનારી આ છોકરી હતી સુતપા સિકંદર. જેની સાથે ઈરફાને બાદમાં લગ્ન કર્યા.

80757792_2016896305122459_7020270908165670269_n

ઈરફાનના ફિલ્મોમાં કામ અંગે ખૂબ વખાણ થતા રહે છે. તેમની પહેલી ફિલ્મ સલામ બોમ્બે હતી જેમાં ખૂબ નાનો રોલ હતો. તેમણે ‘ચંદ્રકાંતા’ જેવી સિરિયલ્સમાં પણ કામ કર્યું. ઈરફાન પોતાની એક્ટિંગનો જલવો હોલિવુડમાં પણ બતાવી ચૂક્યા છે. ‘ધ લંચબોક્સ’ , ‘પાનસિંગ તોમર’ , ‘તલવાર’ , ‘હિંદી મીડીયમ’ , ‘સાહેબ બીવી ઓર ગેંગસ્ટર રીટર્ન’ , ‘મકબુલ’ જેવી સફળ ફિલ્મો દ્વારા તેમણે બોલીવુડમાં પોતાની એક અલગ ઓળખાણ બનાવી છે.

આ પણ વાંચો:ગુજરાતી સિનેમા: ૨૦૧૯ના ટોપ ફાઈવ મ્યુઝિક આલ્બમ કયા છે? જુઓ વિડીયો

ઈરફાન ન્યુરોએન્ડમાઇન કેન્સર થયું હતું. ન્યુયોર્કમાં તેના ઈલાજ બાદ હાલ તે કેન્સરમમુક્ત બન્યા છે.


0 comments on “બર્થડે સ્પેશિયલ: આ વ્યક્તિને લીધે આજે ઈરફાન ખાન છે ટોચ પર, કેન્સરને પણ હરાવી ચૂક્યો છે

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: