ગુજરાતી સિનેમા Movies

પ્રેમની સિઝનમાં આવી રહી છે ‘લવની લવસ્ટોરીઝ’: જોજો પ્રેમમાં ન પડી જતા!

અભિનેતા પ્રતિક ગાંધીની આગામી ફિલ્મ ‘લવની લવસ્ટોરીસ’નું ટ્રેલર ઉપરાંત ગીતો પણ ખૂબ સુંદર છે. આ પ્રેમની સિઝનમાં તમે પણ ‘લવની લવસ્ટોરીસ’ના પ્રેમમાં પડી જાઓ તો નવાઈ નહીં! પ્રતિક ગાંધી આ ફિલ્મમાં દીક્ષા જોશી, વ્યોમા નંદી અને ‘હેલ્લારો’ ફેમ શ્રદ્ધા ડાંગર સાથે રોમાન્સ કરશે. આ ચારેય કલાકારોને પડદા પર જોવા એક લ્હાવો છે.

દુર્ગેશ તન્ના નિર્દેશિત આ ફિલ્મનું નિર્માણ SWISSK એન્ટરટેનમેન્ટ અને DB ટોકીઝ કરી રહ્યું છે. દુર્ગેશ તન્ના અગાઉ ‘છૂટી જશે છક્કા’ નામની ફિલ્મ બનાવી ચૂક્યા છે. જુઓ ‘લવની લવસ્ટોરીસ’નું ટ્રેલર:

આ ફિલ્મ ૩૧મી જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે.


0 comments on “પ્રેમની સિઝનમાં આવી રહી છે ‘લવની લવસ્ટોરીઝ’: જોજો પ્રેમમાં ન પડી જતા!

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: