ગુજરાતી સિનેમા Movies

ગુજરાતી હોરર-કોમેડી ફિલ્મ ‘અફરા તફરી’ માટે થઈ જાઓ તૈયાર!

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હવે નવા નવા વિષયો દર્શકો સુધી પહોંચાડી રહી છે. આ વર્ષે અનેક મજેદાર ફિલ્મો આવી રહી છે જેમાં રોમકોમથી માંડીને થ્રિલર ફિલ્મોનો સમાવેશ થાય છે. તો પહેલી વખત ઓડિયન્સને હોરર-કોમેડી ફિલ્મ પણ જોવા મળશે. ડિરેક્ટર વિરલ રાવ ‘અફરા તફરી’ નામની ફિલ્મ લઈને આવી રહ્યા છે જે બહુ જ રસપ્રદ લાગી રહી છે. આ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે.

80334242_2426622084258780_9188993001198714880_o.jpg

જાણીતા રેડિયો જોકી હર્ષિલ આ ફિલ્મથી અભિનય ક્ષેત્રે ડેબ્યુ કરી રહ્યા છે. હર્ષિલ આ ફિલ્મમાં શંકરનું પાત્ર ભજવશે. આ ઉપરાંત, ‘કિશોર કાકા’ તરીકે જાણીતા કોમેડી કલાકાર સ્મિત પંડ્યા તેમજ અભિનેતા ચેતન દૈયા પણ ‘અફરા તફરી’ મચાવવા તૈયાર છે. તો ‘છેલ્લો દિવસ’ ફેમ મિત્ર ગઢવીનું કેરેક્ટર પણ મજાનું લાગે છે.

ઇવા પ્રોડક્શન્સના સહયોગથી ક્વાલિટી પ્રોડક્શન્સ આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યું છે. વિરલ રાવ ડિરેક્ટર છે તેમજ મુકેશ ઠક્કર, ચંદુલાલ પટેલ, હિતેશ શાહ, આશિષ ગાલા તેના પ્રોડ્યુસર છે. ફિલ્મ ૨૪મી જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ રિલીઝ થઈ રહી છે.

આ પણ વાંચો:આ કારણથી મલ્હાર કરી રહ્યા છે વેઈટ લૂઝ, હવે બનશે ‘ધૂઆંધાર’ બોક્સર


0 comments on “ગુજરાતી હોરર-કોમેડી ફિલ્મ ‘અફરા તફરી’ માટે થઈ જાઓ તૈયાર!

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: