Literature

‘મુંબઈ લોકલ’માં સાહિત્યપ્રેમીઓ મધુ રાયની સર્જનયાત્રાથી રૂબરૂ થશે

સંજના કપૂરના ફાઉન્ડેશન ‘જૂનુન’ અંતર્ગત લેખક, વાર્તાકાર અને નોવેલીસ્ટ મધુ રાય સાથે એક્ટર-ડિરેક્ટર વિજય કેંકરે ની ટોક

થિયેટર આર્ટિસ્ટ સંજના કપૂરના ફાઉન્ડેશન ‘જૂનુન’ના નેજા હેઠળ દર મહિને ‘મુંબઈ લોકલ’ નામનો ટોક-શો યોજાય છે જેમાં અનેક જાણીતા સર્જકો સાથે વાર્તાલાપ કરી અને તેમની સર્જનયાત્રાનો પરિચય કરાવવામાં આવે છે. આ વખતે ‘મુંબઈ લોકલ’માં સાહિત્યરસિકો ગુજરાતી સર્જક મધુ રાયની લેખનયાત્રાથી રૂબરૂ થશે. ‘કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો’, ‘સંતુ રંગીલી’, ‘કુમારની અગાશી’, ‘ખેલંદો’ જેવા નાટકો દ્વારા નાટ્યક્ષેત્રે નોંધનીય પ્રદાન આપનાર લેખક મધુ રાય સાથે અભિનેતા-દિગ્દર્શક વિજય કેંકરે વાર્તાલાપ કરશે. આ કાર્યક્રમ ચોથી જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ સાંજે ૫.૦૦ વાગ્યે એમક્યુડ લાયબ્રેરી, ડીમોન્ટે પાર્ક રોડ, બાંદ્રા જિમખાના પાસે, બાંદ્રા (વેસ્ટ) ખાતે યોજાશે. આ ટોક-શોનો પ્રવેશ નિ:શુલ્ક છે જેના માટે તમે writetous@junoontheatre.org પર રજીસ્ટ્રેશન કરાવી શકો છો.


0 comments on “‘મુંબઈ લોકલ’માં સાહિત્યપ્રેમીઓ મધુ રાયની સર્જનયાત્રાથી રૂબરૂ થશે

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: