Around the WEB Television

26/11 આતંકવાદી હુમલા પર આધારિત શો 24મી જાન્યુઆરીએ Zee5 પર રિલીઝ

મુંબઈમાં થયેલા ત્રાસવાદી હુમલા પર બેઝ્ડ આ શોથી અર્જુન બિજલાની અને વિવેક દહિયા ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યુ કરશે

અમદાવાદ. જાણીતા ઓટીટી પ્લેટફોર્મ ઝીફાઈવ પર વધુ એક રસપ્રદ ડ્રામા આવી રહ્યો છે જેનું નામ છે ‘સ્ટેટ ઓફ સીજ’. મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલા દરમ્યાન ભારતના જાંબાઝ એનએસજી કમાન્ડોએ કઈ રીતે ઓપરેશન પાર પાડ્યું હતું તેની વાર્તા આ શોમાં રજૂ કરવામાં આવશે.

આ એક્શન-ડ્રામામાં દર્શકો સામે ૬૦ કલાકના આતંક અને અથડામણની એ ગોઝારી ઘટના ફરી ઊભી થશે જેમાં અનેક બહાદુરોએ પોતાની જિંદગી દેશને નામ કરી દીધી હતી.

તાજેતરમાં આ શોનો પ્રોમો પણ લોન્ચ થયો છે. 24 જાન્યુઆરી, 2020ના રોજ રિલીઝ થનારા આ શોથી જાણીતા ટીવી સ્ટાર્સ અર્જુન બિજલાની અને વિવેક દહિયા ડિજિટલ ડેબ્યુ કરશે. અર્જુન બિજલાનીએ ‘ઈશ્ક મેં મરજાવાં’, ‘નાગિન’, ‘મિલે જબ હમ તુમ’ જેવા શોમાં કામ કર્યું છે તો વિવેક દહિયા ‘યે હૈ મોહબ્બતેં’, ‘કયામત કી રાત’ જેવી સિરિયલોમાં અભિનય કરી ચૂક્યો છે. આ સિવાય બોલિવુડ અભિનેતા અર્જન બાજવા પણ જોવા મળશે.

View this post on Instagram

#Repost @zee5premium with @get_repost ・・・ When Mumbai was under siege it was the NSG commandos that came to our rescue. Soon the world will witness #TheUntoldStories of these brave heroes in #StateOfSiege2611. Premieres 24th January. #AZEE5Original #SOS2611OnZEE5. @iarjanbajwa @arjunbijlani @vivekdahiya @sidkapoor14 @purohitdigvijayofficial @anubhav.k.srivastava @taraalishaberry @sid.makkar @khalidajan @thereal_mukuldev @chaturvedivikrant @_shoboman @akashmakhija94 @karansinghchhabra @rahulbinwani @Abhishekgoyal7 @sonurandeepchoudhary #SandeepUnnithan @iamabhimahendru @naren_kumar09 @vikram_gaikwad46 @vipuldeshpande_official @jasonshah @suzannebernert @iam_puneetjhajharia1 @sanjay.gurbaxani @instantsachin @meanujsharma @waqqi.gem @milxind @mughalaliiofficial @manhunt1983 @nijumahesh @roshni_sahota @srishti__jain @contiloepictures @arjanbajwaonline @arjanbajwafc @arjun_bijlani_fans @arjunbijlanifc @arjunbijlani_fantasy @arjunbijlani_squad @arjunbijlani_turkey @vivekholic @vivekdahiyaofficialfanpage @vivekdahiyafanbase @vivekdahiya_fp @vivekdahiyafanpage @vivekdahiyafanclub_ @diveksquad @teamdivek #SOS2611 #StateOfSiege2611OnZEE5 ..

A post shared by Arjun Bijlani (@arjunbijlani) on

આ પણ વાંચો:આત્મહત્યા કરતા પહેલા કુશલ પંજાબી પત્ની અને દીકરાને મળવા શાંઘાઈ ગયો હતો

ઉલ્લેખનિય છે કે મુંબઈમાં થયેલા આ હૂમલા પર અગાઉ પણ ફિલ્મ બની ચૂકી છે. રામ ગોપાલ વર્માએ ધ અટૅક્સ ઑફ 26/11 નામની થ્રિલર ફિલ્મ બનાવી હતી તો તે હૂમલા વખતે તાજ હોટલના સ્ટાફે કઈ રીતે રિએક્ટ કર્યું, તેમની પરિસ્થિતિ કેવી હતી તેના પર બનેલી ફિલ્મ હોટલ મુંબઈ તાજેતરમાં- 29મી નવેમ્બરે રિલીઝ થઈ. સ્ટેટ ઑફ સિજ સંદીપ યુનિથનની બૂક ‘બ્લૅક ટોર્નાડો’ પર આધારિત છે.


0 comments on “26/11 આતંકવાદી હુમલા પર આધારિત શો 24મી જાન્યુઆરીએ Zee5 પર રિલીઝ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: