ગુજરાતી સિનેમા Movies

આ કારણથી મલ્હાર કરી રહ્યા છે વેઈટ લૂઝ, હવે બનશે ‘ધૂઆંધાર’ બોક્સર

ગુજરાતી ફિલ્મોના સ્ટાર મલ્હાર ઠક્કર 2020માં સિલ્વર સ્ક્રીન પર ધૂઆંધાર બેટિંગ કરવાના છે. આ વર્ષે તેમની પાંચ ફિલ્મો રિલીઝ થઈ રહી છે. આ પાંચમાંથી એક ફિલ્મ ‘ધૂઆંધાર’ પણ હોઈ શકે છે. મલ્હાર ઠાકર આ ફિલ્મમાં એક જુદા જ અવતારમાં જોવા મળશે. રીહાન ચૌધરી ડિરેક્ટેડ ધૂઆંધારમાં મલ્હાર બોક્સરના પાત્રમાં જોવા મળશે.

આ પણ વાંચો:જુઓ ‘હેલ્લારો’ની અભિનેત્રી અંજલી રાજગોરનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ

સિનેમા સાહિત્ય સાથે ડિરેક્ટર રીહાન ચૌધરીએ કરેલી એક્સ્લુઝિવ વાતચીત પ્રમાણે મલ્હાર ઠાકરની અપકમિંગ ફિલ્મ ધૂઆંધાર સ્પોર્ટ્સ ફિલ્મ નથી, પરંતુ આ એક થ્રિલર ફિલ્મ હશે. આ ફિલ્મમાં પણ ત્રણ હિરોઈન્સ જોવા મળશે. મલ્હારની સાથે નેત્રી ત્રિવેદી, અલીશા પ્રજાપતિ અને બીજલ જોશી દેખાશે. આ ફિલ્મનું અમદાવાદમાં જ શૂટિંગ થવાનું છે. 28 જાન્યુઆરીથી ફિલ્મ ફ્લોર પર જશે. અને ફિલ્મ 2020ના એન્ડમાં અથવા 2021ની શરૂઆતમાં રિલીઝ થઈ શકે છે.

આ પણ વાંચો: 2020માં કઈ કઈ ગુજરાતી ફિલ્મો આવવાની છે? મલ્હાર ઠાકરની પાંચ ફિલ્મો રિલીઝ થશે (જુઓ)

આ ફિલ્મ માટે મલ્હાર ઠાકર હાલ બોક્સિંગની ટ્રેનિંગ લઈ રહ્યા છે. વેઈટ લૂઝ કરવાની સાથે મલ્હાર રોજ 2-3 કલાક બોક્સિંગની તાલીમ લઈ રહ્યા છે. ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો વાર્તા રીહાન ચૌધરીએ જ લખી છે. જ્યારે સ્ક્રીન પ્લે તેમની સાથે જૈમિન મોદીએ લખ્યો છે. આ પહેલા રીહાન ચૌધરી અરમાન અને તું છે ને જેવી ફિલ્મો આપી ચૂક્યા છે. આ ઉપરાંત તેમણે બલૂન નામની ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી.


0 comments on “આ કારણથી મલ્હાર કરી રહ્યા છે વેઈટ લૂઝ, હવે બનશે ‘ધૂઆંધાર’ બોક્સર

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: