Television

ટીવી જગતના હાર્ટથ્રોબ શહીર શેખ અને મોહસિન ખાન સાથે જોવા મળશે

સ્ટાર પ્લસની સિરીયલ ‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ અને ‘યે રિશ્તે હૈ પ્યાર કે’ના પાત્રોને ભેગા કરીને એક સ્પેશિયલ એપિસોડ બનાવવામાં આવશે

~પાર્થ દવે

અમદાવાદ. જાણીતા પ્રોડ્યુસર રાજન શાહીએ સ્ટાર પ્લસ પર ‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ની સફળતા બાદ તેનો સ્પિન-ઓફ શો ‘યે રિશ્તે હૈ પ્યાર કે’ શરૂ કર્યો છે. ‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’માં મોહસિન ખાન અને શિવાંગી જોશીની જોડી છે તો ‘યે રિશ્તે હૈ પ્યાર કે’માં શહીર શેખ અને રિયા શર્માની જોડીએ દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. આ બંને શો ટીઆરપી રેટિંગમાં આગળ છે અને ચાહકોએ બંને શોને ખૂબ પસંદ કર્યા છે.

આ પણ વાંચો:આત્મહત્યા કરતા પહેલા કુશલ પંજાબી પત્ની અને દીકરાને મળવા શાંઘાઈ ગયો હતો

હવે મેકર્સ આ બંને શોના એક સ્પેશિયલ એપિસોડની તૈયારી કરી રહ્યા છે. આ એપિસોડમાં ‘યે રિશ્તે હૈ પ્યાર કે’નો અબીર એટલે કે શહીર શેખ અને ‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’નો કાર્તિક એટલે કે મોહસિન ખાન એકસાથે જોવા મળશે. આ બેઉને સ્ક્રીન શેર કરતાં જોવા માટે ચાહકોમાં ઉત્સુકતા છે. શહીર યે રિશ્તે કૈ પ્યાર કે ઉપરાંત સોની પર આવતી કુછ રંગ પ્યાર કે ઐસે ભીના દેવ દિક્ષીત તથા મહાભારતના અર્જુનના પાત્ર માટે જાણીતો છે તો મોહસિન ખાન મેરી આશિકી તુમસે હી, ડ્રિમ ગર્લ, પ્યાર તુને ક્યા કિયા સહિતની સીરીયલોમા ચમકી ચૂક્યો છે.


0 comments on “ટીવી જગતના હાર્ટથ્રોબ શહીર શેખ અને મોહસિન ખાન સાથે જોવા મળશે

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: