Television

આત્મહત્યા કરતા પહેલા કુશલ પંજાબી પત્ની અને દીકરાને મળવા શાંઘાઈ ગયો હતો

૩૭ વર્ષીય અભિનેતા કુશલ પંજાબીના આપઘાતના સમાચારે તેના મિત્રો, પરિવાર અને ચાહકોને હચમાચવી નાખ્યા છે. ટીવી અભિનેતા ચેતન હંસરાજ અને કુશલ નજીકના મિત્રો હતા. ચેતનનું કહેવું છે કે તેના પરિણીત જીવનમાં ખટરાગ ચાલતો હોવાથી તે ડિપ્રેશનમાં હતો.

હવે લેટેસ્ટ રિપોર્ટ મુજબ આપઘાતના થોડા દિવસ પહેલા કુશલ પોતાની પત્ની અને દીકરાને મળવા શાંઘાઈ પહોંચ્યો હતો પણ તેની પત્ની માની નહીં અને તેણે આત્મહત્યા કરી લીધી. સ્પોટબોયની રિપોર્ટ મુજબ કુશલ ૨૨ ડિસેમ્બરના રોજ પત્નીને મનાવવા શાંઘાઈ ગયો હતો પણ વાત ન બની. કુશલ ઈચ્છતો હતો કે તેની પત્ની અને પરિવાર લંડનમાં શિફ્ટ થઈ જાય. તે લંડનમાં નોકરી કરીને પરિવારને શિફ્ટ કરવાની પ્લાનિંગ કરતો હતો પણ તેની પત્ની આ વાતે તૈયાર ન થઈ.

કુશલ પંજાબીના નિધન અંગે અક્ષય કુમાર-જોન અબ્રાહમે દુઃખ વ્યક્ત કર્યું

કુશલ પોતાના દીકરા કિયાનથી બહુ નજીક હતો અને તેનાથી પણ દૂર થઈ જવાનું દુઃખ કુશલ સહન ન કરી શક્યો. ચેતન હંસરાજે પણ પોલીસને આ વાત કહી હતી. કુશલની પત્ની ઓડ્રી ૨૦૧૭થી શાંઘાઈમાં પોતાનો બિઝનેસ સંભાળી રહી છે.


0 comments on “આત્મહત્યા કરતા પહેલા કુશલ પંજાબી પત્ની અને દીકરાને મળવા શાંઘાઈ ગયો હતો

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: