Television

‘ગુડ્ડન તુમસે ન હો પાએગા’માં દુર્ગા જિંદાલની ઘર વાપસી

ઝીટીવીના શો ‘ગુડ્ડન તુમસે ન હો પાયેગા’માં એક પાત્રની ઘર-વાપસી થઈ રહી છે. 20 વર્ષની ઉંમરમાં સાસુ બની ગયેલી ગુડ્ડન નામની યુવતીની વાર્તા ડ્રામેટિક રીતે રજુ કરતી આ સિરીયલમાં ગુડ્ડનના પતિ અક્ષત જિંદાલના દત્તક લીધેલા ત્રણ પુત્રો છેઃ કિશોર, વરદાન અને રાહુલ. એમાંના કિશોરની પત્ની દુર્ગા પાછી આવી રહી છે.

દુર્ગાનું પાત્ર ભજવતી અભિનેત્રી શ્વેતા મહાદિક સીરીયલની વાર્તા મુજબ હાલ જેલમાં દિવસો વિતાવી રહી હતી પરંતુ હવે સમાચાર આવ્યા છે કે તે ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ સાથે શોમાં પાછી દેખાવાની છે. તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, હું ટૂંક સમયમાં જ શૂટિંગ શરૂ કરવાની છું. મને બ્રેક મળ્યો હતો પણ તે એક વર્ષથી વધારે ન હતો માટે મારે પાછું આવવું જ પડશે! નવેમ્બર મહિનામાં મારો અને મારા દિકરાનો જન્મદિવસ હતો માટે  હું ઈગતપુરીમાં ક્વોલિટી ટાઈમ પસાર કરી રહી હતી.

આ પણ વાંચો: કુશલ પંજાબીના નિધન અંગે અક્ષય કુમાર-જોન અબ્રાહમે દુઃખ વ્યક્ત કર્યું

ગુડ્ડન તુમસે ન હો પાએગામાં ગુડ્ડનનું પાત્ર કનિકા મન અને અક્ષત જિંદાલ તરીકે નિશાંત મલકાણી છે.


0 comments on “‘ગુડ્ડન તુમસે ન હો પાએગા’માં દુર્ગા જિંદાલની ઘર વાપસી

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: