Bollywood Television

કુશલ પંજાબીના નિધન અંગે અક્ષય કુમાર-જોન અબ્રાહમે દુઃખ વ્યક્ત કર્યું

અભિનેતા કુશલ પંજાબીના નિધનથી સમગ્ર ટેલીવિઝન જગત શોકમાં ડૂબી ગયું છે. ૩૭ વર્ષીય અભિનેતાએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. કુશલને કિયાન નામનો એક દીકરો પણ છે જે પોતાની મા ઓડ્રી સાથે રહે છે. ટેલીવુડ ઉપરાંત બોલિવુડે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે.

આ પણ વાંચો:અભિનેતા કુશલ પંજાબીએ કરી આત્મહત્યા, અનેક જાણીતા ટીવી શો-ફિલ્મોમાં કામ કર્યું છે

અભિનેતા અક્ષય કુમારે કહ્યું કે, “કુશલે મારી સાથે એક ફિલ્મ (અંદાજ-૨૦૦૩)માં કામ કર્યું હતું. દરેક વ્યક્તિની પોતાની મુશ્કેલીઓ હોય છે. કેટલાક આ વાત સમજી જાય છે પણ કેટલાક લોકો આ વાત નથી સમજતા. હંમેશા યાદ રાખો કે તમારો પરિવાર સૌથી વધુ મહત્વનો છે. પોતાની મુશ્કેલીઓનો સામનો કરવાની હિંમત રાખો કેમકે આ જિંદગી સુંદર છે. તમારા માતા-પિતાએ તમને આ સુંદર જીવન આપ્યું છે. તમે પોતાની જિંદગી પર ધ્યાન આપો પરંતુ પોતાના ડિપ્રેશનનો ઈલાજ પણ કરાવો.”

અક્ષય ઉપરાંત જોન અબ્રાહમે પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. કુશલ પંજાબીએ જોન અબ્રાહમની ફિલ્મ ‘ધન ધના ધન ગોલ’માં કામ કર્યું હતું જેમાં અરશદ વારસી પણ હતો.

 

 

0 comments on “કુશલ પંજાબીના નિધન અંગે અક્ષય કુમાર-જોન અબ્રાહમે દુઃખ વ્યક્ત કર્યું

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: