Bollywood Movies Review

ગુજરાતી અભિનેતા વિશાલ જેઠવાની દાદુ ઍક્ટિંગ માટે ‘મર્દાની 2’ જોવાય જ; ઑલઓવર સ-રસ ફિલ્મ(Review of Mardaani 2)

~પાર્થ દવે

પાંચ વર્ષ પહેલા આવેલી પહેલી’ મર્દાની’નો પ્લસ-પૉઈન્ટ એ હતો કે તે 111 મિનિટની હતી. ‘મર્દાની 2’ 103 મિનિટની છે. અને એકેય ગીત નથી. હિન્દી ફિલ્મો ઝડપથી પૂરી થાય એમાં મજા છે.

-પહેલી ફિલ્મ અતિશય સારી બની જાય, ‘મર્દાની’ પહેલી નહતી, પણ ધાર્યા કરતા સારી બની જાય પછી તેના બીજા-ત્રીજા-ચોથા ભાગ બનવાનું ચણલ વધ્યું છે. ‘ધૂમ’ સિરીઝ એમાં સફળ રહી. ‘દબંગ’નું લેવલ ઘટતું ગયું. ‘મર્દાની’ વખતે યશ રાજે વિચાર્યું હતું કે નહીં એ ખબર નહીં પણ રાની મુખરજી માટે આ ફિલ્મ ફાયદા-કારક સાબિત થઈ રહી છે. તેનું શિવાની શિવાજી રૉયનું પોલિસ અધિકારીનું પાત્ર લોકોને ગમી રહ્યું છે.

70122502_776154109524907_218295131877920402_n

-‘મર્દાની 1’માં રાની ઉપરાંત વૉલ્ટ અકા કરણ રસ્તોગી બનેલો અભિનેતા તાહિર રાજ ભસીન જાણીતો થયો હતો. તેનું વિલનપણું લોકો સુધી પહોંચ્યું હતું. તો આ વખતે ‘મર્દાની 2’માં મેકર્સે વિલન પર વધુ ભાર મૂક્યો હોય તેવું લાગે છે!

-‘મર્દાની 2’ની શરૂઆત જ ફિલ્મના એન્ટાગોનિસ્ટના વાર્તાલાપથી થાય છે, જે શિવ પ્રસાદ યાદવ ઉર્ફે સનીનું પાત્ર વિશાલ જેઠવાએ ભજવ્યું છે. તે મેરઠનો છે, ત્યાંની ભાષા બોલે છે અને સનકી છે. તે છોકરીઓને મારતો નથી, પીંખી નાખે છે. ક્રુરતાની હદ વટાવી જાય છે દર વખતે. પાછો તે ફોર્થ વૉલ તોડીને દર્શકો સાથે વાત કરે છે. પોતાની વાતને જસ્ટિફાય કરે છે!

-વેલ, આ પ્રકારની ફિલ્મો સાઉથમાં બહુધા બને છે. જેમાં સામેનું પાત્ર જેટલું ખરાબ એટલી તેને વધુ સજા મળે અને દર્શકો ખુશ. પહેલા ભાગમાં ચાઈલ્ડ ટ્રાફિકિંગ અને ડ્રગ્સની વાત હતી અને અંતમાં શિવાની રૉય જાહેરમાં વિલનને ધીબે છે, અહીં બળાત્કારની વાત છે.

76735688_172876393799756_1993307841139002414_n.jpg

-અહીં થ્રિલ-તત્ત્વ ઉમેરવા વિલનને અતિશય ઘાતકી, ક્રૂર, હિંસક, નિર્દયી બતાવ્યો છે. તે ‘રમણ રાઘવ’ની જેમ કંઈ પણ કરી શકે છે. કોઈપણ વેશ ધારણ કરી શકે છે. તેની બૅકસ્ટોરી છે જે ફટાફાટ પતાવાય છે.

આ પણ વાંચો:દબંગ 3ઃ ‘ભાઈ’ના ફૅન્સને પરાણે ગમાડવી પડે તેવી ફિલ્મ (Review of DABANGG 3)

-ડિરેક્ટર ગોપી પુથરને જ ફિલ્મના સંવાદ લખ્યા છે. ‘ટ્રાફિક જામ સે જ્યાદા રેપ હોતે હૈં ઈસ દેશ મેં’, ‘આજ ફેમસ હોના અમિર હોને સે જ્યાદા એસ્પિરેશનલ હૈ’ પ્રકારના સારા તો સામે નબળા સંવાદ અને દ્રશ્યો પણ છે.

-રાની મુખરજીના શરૂઆતના દ્રશ્યો મેકેનિકલ લાગે છે. તે દર્શકોને એક એક વસ્તુ સમજાવવા માટે પોતે જ બોલ્યા કરે છે. ફિલ્મનો ટૉન રિઅલ હોવાના કારણે સ્લો-મોશન શૉટ્સ વગર કારણના લાગે છે.

80650626_1473216832846173_8222887851175737067_n.jpg

-કૅટ એન્ડ માઉસની ચેઝ ગેમમાં લૉજિકના ગાબડા દેખાઈ આવે છે. તેમ છતાં ક્રાઈમ-થ્રિલરના ચાહકોને આ ફિલ્મ ગમશે. હિંસક છે, ડિસ્ટર્બ પણ કરે કેમ કે બળાત્કારનું વર્ણન ખાસ કરવામાં આવ્યું છે. અને એન્ટાગોનિસ્ટ-ઑરિએન્ટેડ ટૉન રાખવાના કારણે ફિલ્મ પૂરી થયા પછી તમારા મગજમાં શિવાની રૉયથી વધુ ઘાતકી સની હોય છે!

-અંતમાં રડતી રાની મુખરજી અને બાજુમાં દેશમાં દર વર્ષે થતા બળાત્કારના આંકડા અને પછી મજબૂત રાણી મુખરજી અને ‘ઈસે બદલના હોગા’નું વાક્ય- ઈફેક્ટિવ છે.

આ પણ વાંચો:ધ સ્કાય ઇઝ પિંક: મરણના કૅનવાસ પર જીવનનું મેઘધનુષ્ય (વાંચો રિવ્યુ)

-આમ તો ગયા શુક્રવારે આવી છે, માટે રસિયાઓએ જોઈ નાખી હશે. ન જોઈ હોય તો ‘દંબગ 3’ કરતા ઑબ્વિઅસ્લી સારી જ છે. વિશાલ જેઠવાની દાદુ ઍક્ટિંગ માટે પણ જોવાય.


0 comments on “ગુજરાતી અભિનેતા વિશાલ જેઠવાની દાદુ ઍક્ટિંગ માટે ‘મર્દાની 2’ જોવાય જ; ઑલઓવર સ-રસ ફિલ્મ(Review of Mardaani 2)

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: