Around the WEB Television

અનેરી વાજાણીને ‘સિલસિલા બદલતેં રિશ્તો’ કા બાદ બીજી વેબ-સિરીઝ મળી

અમદાવાદ. સ્ટાર પ્લસ પર 2014-15માં આવેલી કમિંગ-ઑફ-એજ રૉમેન્ટિક ડ્રામા સીરીયલ ‘નિશા ઔર ઉસકે કઝિન્સ’માં નિશાનું સેન્ટ્રલ કૅરૅક્ટર ભજવનાર અભિનેત્રી અનેરી વાજાણી ટેલીવીઝન અને હવે વેબ-સિરીઝનો જાણીતો ચહેરો બની ગઈ છે.

‘કાલી- એક પુનર અવતાર’થી શરૂઆત કરનાર મૂળ નવસારીની અનેરીએ ‘નિશા ઔર ઉસકે કઝિન્સ’ ઉપરાંત પ્યાર તુને ક્યા કિયા, યે હૈ આશિકી, બેહદ અને લાલ ઈશ્ક સહિતની સિરીયલો કરી છે. ‘બેહદ’માં અનેરીનું સાંજ માથુરનું પાત્ર જેનિફર વિન્ગેટનું સમાંતર ચાલતું હતું. છેલ્લે તે વાયકૉમ 18ના વિડીયો ઓન ડિમાન્ડ પ્લેટફૉર્મ વૂટની ઑરિજનલ સિરીઝ સિલસિલા બદલતે રિશ્તો કાંની બીજી સિઝનમાં પરિ મલ્હોત્રાના પાત્રમાં દેખાઈ હતી. હવે તે ‘કૂકિઝ’ નામની બીજી વેબ-સિરીઝમાં આવવાની છે.

74432174_734711087023109_8770774886022587120_n

આ પણ વાંચો:અબ ‘જસ્સી’ કી શાદી ફાઈનલઃ આવતી કાલે મોના સિંહ લગ્નગ્રંથીથી જોડાશે

હાલ જેનું મથુરા અને વૃંદાવનમાં શૂટ થઈ ચૂક્યું છે એવી ‘કૂકિઝ’ દિપ્તી સિંહ અને મનીશ પાલ સિંહ ડિરેક્ટ કરી રહ્યા છે. ‘બેહદ’માં અનેરીની માતાનું પાત્ર ભજવનાર અભિનેત્રી વિભા ભગત તથા અભિનેતા સાવન ટાંક પણ આ સિરીઝનો ભાગ બનવાના છે. આ ડ્રામા સિરીઝ કયા પ્લેટફૉર્મ પર આવશે તે હવે નક્કી થશે. અનેરી વાજાણી છેલ્લે કલર્સના કૂકિંગ રિઆલિટી શો ‘કિચન ચેમ્પિયન’માં દેખાઈ હતી.

Image source: Instagram


0 comments on “અનેરી વાજાણીને ‘સિલસિલા બદલતેં રિશ્તો’ કા બાદ બીજી વેબ-સિરીઝ મળી

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: