Bollywood Movies Review

દબંગ 3ઃ ‘ભાઈ’ના ફૅન્સને પરાણે ગમાડવી પડે તેવી ફિલ્મ (Review of DABANGG 3)

~પાર્થ દવે

-પહેલી ‘દબંગ’ આવી ત્યારે હું વડોદરા હતો. એકલો સેવન સિઝ મૉલના આઈનૉક્સમાં જોવા ગયેલો. ‘વૉન્ટેડ’નો ખુમાર હતો. સલમાનના નવા નવા ફૅન બનેલા. ‘તેરે મસ્ત મસ્ત દો નૈન’ની ઘંટડી કાનમાં વાગી રહી હતી. લાગતું હતું કે ‘વૉન્ટેડ’માં છેલ્લે ‘પોલિસવાળો નીકળ્યો’ તે આમા કન્ટીન્યુ થયો કે શું?

-અનુરાગ કશ્યપના ભાઈ અભિનવ કશ્યપે સ્માર્ટલી બનાવી હતી ‘દબંગ’. તેને અને આખી ટીમને (સલમાનને તો ક્યાંથી ખબર હોય) ખબર નહીં હોય કે આટલી સ-રસ ફિલ્મ બની જશે.ઍક્શન સિન્સ પણ દાદુ કૉરિયોગ્રાફ થયા હતા. બીજી અરબાઝ ખાને બનાવી પણ ઍક્શન સિન્સ અભિનવે જ કૉરિયોગ્રાફ કર્યા હતા અને એટલે સ્ટીલ, વૉચેબલ હતા.

-પર્સનલી બીજી ‘દબંગ’ પણ પ્રમાણમાં ગમી હતી. તેમાં બાપ-દિકરાના-વિનોદ ખન્ના-સલમાન ખાન વચ્ચેના સિન્સ ગમ્યા હતા. રજ્જો અને ચુલબુલ પાંડેની જોડી સ્યુટ થાય છે પહેલાથી. સોનાક્ષી આમ પણ ઉંમરમાં મોટી લાગે છે અને તેની જોડી સલમાન સાથે પરફૅક્ટ મેચ થાય છે.

73414952_166268161125817_255182419046410242_n.jpg

-રાહત ફતેહ અલી ખાનનો અવાજ બંને ફિલ્મમાં ગુંજ્યો હતો. આમા તેની બદલે જાવેદ અલી અને જુબિન નૌટિયાલને લેવાયા છે. નબળા લાગે છે. શબ્દો પણ આ વખતે ફિક્કા છે.

-બે ફિલ્મ બન્યા બાદ ચુલબુલ પાંડેનું કૅરૅક્ટર ‘પોલિસવાલા ગુંડા’ કેમ છે તે રહસ્ય ખોલવાની ઈચ્છા થઈ અને તેની વાર્તા ખુદ સલમાને લખી. લોચો એ થયો કે, ઍક્ટિંગની જેમ વાર્તા લખવામાં પણ પોતાનું સ્ટારડમ હાવી થઈ ગયું. મૂળ વાર્તા સાઈડ પર રહી ગઈ કે કેમ, કઈ રીતે તે પોલિસવાળો બન્યો, પોતાનું નામ ચુલબુલ પડ્યું, વગેરે વગેરે બતાવવાની બદલે ‘ફાઈટિંગ’ બતાવવામાં આવી.

આ પણ વાંચો:કંગના રનૌત-રાજકુમાર રાવની ફિલ્મ ‘જજમેન્ટલ હૈ ક્યા’ કેવી છે? વાંચો

-એ ફાઈટિંગ ‘દબંગ’ એકમાં લોકોએ સ્વીકારી હતી કેમ કે ત્યારે નવું હતું. ત્રીજી વખત લોકો બોર થઈ ચૂક્યા છે. આમ પણ સોમવારે ‘ભાઈ’ની ફિલ્મમાં હોવા જોઈએ તેટલા લોકો થિએટર ભેગા નથી થયા.

-‘દબંગ 3’ની વાર્તા ઉપરાંત સૌથી વિચીત્ર ભાઈનો ડાન્સ છે. પ્રભુ દેવાનો ‘ઍક્શન જેક્શન’ પછીનો હથોડો ‘સિંગ ઈઝ બ્લિન્ક’નું ‘ચુંચા ચુંચા’ યાદ આવે તેવું ‘યું કરકે’ ગીત છે જે ભાઈ સલમાને પોતે ગાયું છે તેમાં સલમાન ખાન તેના ફૅન્સ શરમના માર્યા થિએટર છોડીને ભાગી જાય તેવો ડાન્સ કરે છે; ખબર નહીં શું કામ!

આ પણ વાંચો:ધ સ્કાય ઇઝ પિંક: મરણના કૅનવાસ પર જીવનનું મેઘધનુષ્ય (વાંચો રિવ્યુ)

-સાંઈ માંજરેકર અને સલમાનનો લવ-ટ્રેક, સોનાક્ષી અને સલમાનનો લવ-ટ્રેક સહનેબલ છે. વિનોદ ખન્ના હવે નથી માટે તેમના ભાઈ પ્રમોદ ખન્નાને લેવાયા છે. ચુલબુલનું નિર્દોષપણું ફર્સ્ટ હાફમાં દેખાય છે, તે ઊભરીને બહાર પણ આવે છે પણ અમુક દ્રશ્યો બહુ ખરાબ ફિલ્માવાયા છે. ડિમ્પલ કાપડિયાને જોવા ગમે છે.

-ત્રીજી ફિલ્મનો મસમોટો માઈનસ પૉઈન્ટ એ છે કે તે અગાઉની બંને કરતા લાંબી છે અને અસહ્ય થઈ પડે છે. સમાચાર હતા દર્શકોને ‘સાંત્વના આપવા’ તેમણે નવેક મિનિટ કાપી છે, પણ તેમાં કંઈ વળે તેમ નથી. ‘યું કરકે’ સહિતના બે-ત્રણ ગીતો જ કાપવા પડે તેમ છે.

71219454_215728506088354_7226607482105640635_n

-પ્રભુ દેવા ફિલ્મો ફટાફટ બનાવતા લાગે છે. ‘વૉન્ટેડ’ ક્લિક કરી ગઈ. રાઉઠી રાઠોડ પણ ગમેલી. આર. રાજકુમાર ચાલી ગઈ. રમૈયા વસ્તાવૈયા એવરેજ રહી. એ જ તર્જ પર ઍક્શન જેક્શન આવી જે વાહિયાતને ઉત્તમ કહેડાવે તેવી હતી. ‘દબંગ 3’ પણ બહુ ઉતાવળે બનેલી લાગે છે.

-સ્ક્રિનપ્લે સલમાન ખાને લખ્યો છે. શું કામ લખ્યો છે?

-પરાણે સામાજિક મેસેજ દરેક ફિલ્મોમાં આપવાની ફેશન ચાલી રહી છે. અહીં પણ છે. પણ એવી જગ્યાએ છે કે માથા પછાડવાનું મન થાય!

આ પણ વાંચો:Review of વૉર : સિદ્ધાર્થ આનંદની બીજી ‘બૅન્ગ બૅન્ગ’ ( 2 Star)

-કન્નડ સ્ટાર સુદિપ કિચ્ચાનું કામ સારું છે. પણ અગેઈન તે અહીં માત્ર માર ખાવા માટે જ છે!

-દબંગ એક અને બે બંનેનું ઑરિજનલ બીજીએમ ગજબ હતું. તે અહીં પણ જ્યારે જ્યારે વાગે ત્યારે મજા આવે છે. ત્રીજાનું નબળું છે.

-પ્રભુ દેવા અને સલમાન ફરી ‘રાધે’માં સાથે આવી રહ્યા છે. ખાલી ઉતાવળે ન બનાવે તો સારું.

-વૉન્ટેડ પછી ટિપીકલ સાઉથની મારધાડ વાળી ફિલ્મો જેવી જ દબંગ હતી તેમ છતાં તે ઑરિજનલ હિન્દી હતી. તેના પરથી તમિલ અને તેલુગુ બંનેમાં અનુક્રમે ઓસ્થિ અને ગબ્બર સિંહ નામની ઑફિશિયલ રિમૅક બનેલી. આ ફ્રેન્ચાઈઝીની પ્રિક્વલ વધુ મહેનત કરીને, થોડો વધુ સમય લઈને દમદાર બની શકી હોત. ચુલબુલના કૅરૅક્ટરને ફ્લેશ-બેક જોવો સલમાનના ફૅન્સને ગમ્યો હોત.

આ પણ વાંચો:હરખનો હેલ્લારોઃકેમ ખાસ છે અને કેમ જોવી જરૂરી છે ફિલ્મ ?

-બહુ મહાનની અપેક્ષા નથી હોતી પણ હવે કંઈ ન મળે તો મુનીનું મુન્નો કરીને અને મલાઈકા નહીં તો વરિનાને લઈને અને સોહેલ ખાનનો કૅમિયો જોઈને કોઈ મૂર્ખ બનવાનું નથી. ભાઈનો ચાર્મ હજુય છે જ. વચ્ચે વચ્ચે આંખોથી ઍક્ટિંગ પણ કરી લે છે. શર્ટ ઉતરે ત્યારે થિએટર ગાજે છે, પણ… લાંબુ નહીં ચાલે! 

-ભાઈના ફૅન્સને પરાણે ગમાડવી પડે તેવી ફિલ્મ.

Image source: Instagram


0 comments on “દબંગ 3ઃ ‘ભાઈ’ના ફૅન્સને પરાણે ગમાડવી પડે તેવી ફિલ્મ (Review of DABANGG 3)

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: