Bollywood Movies

‘કબીર સિંહ’ ફેમ સંદીપ વાંગાની ફિલ્મ ‘ડેવિલ’માં રણબીર કપૂરની જગ્યાએ પ્રભાસ

ફિલ્મમેકર સંદીપ રેડ્ડી વાંગાએ ‘અર્જુન રેડ્ડી’થી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મને અસાધારણ સફળતા મળી અને અભિનેતા વિજય દેવરકોંડા પણ રાતોરાત સ્ટાર બની ગયો. તો તેની હિન્દી રિમેક ‘કબીર સિંહ’ પણ સંદીપ વાંગાએ જ બનાવી હતી અને શાહિદ કપૂરની આ ફિલ્મે બોક્સ-ઓફિસ કમાણીના બધા રેકોર્ડ તોડી નાખ્યા.

થોડા સમય પહેલા એવા સમાચાર હતા કે રણબીર કપૂરે સંદીપ રેડ્ડી વાંગાની આગામી ડાર્ક-થ્રિલર ફિલ્મ ‘ડેવિલ’ સાઈન કરી છે. જો કે, હવે એવી અટકળો છે કે રણબીર કપૂરની જગ્યાએ બાહુબલી સ્ટાર પ્રભાસ જોવા મળશે. પ્રભાસ તેલુગુ સ્ટાર છે અને બાહુબલી ફિલ્મને લીધે તે સુપરસ્ટાર બની ગયો છે. છેલ્લે ‘સાહો’માં જોવા મળેલો પ્રભાસ હાલમાં ‘જાન’ ફિલ્મનું શુટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મમાં પૂજા હેગડે પ્રભાસ સાથે જોવા મળશે.

81175512_165943377808908_8372585138163535046_n

આ પણ વાંચો: મલયાલમ સુપરસ્ટાર નિવીન પૌલીને બદલે નવીન પોલીશેટ્ટીને મળી ગઈ ‘છિછોરે’ (વાંચો)

રણબીર કપૂરે આ ફિલ્મ શા માટે છોડી તેના કારણોનો ખુલાસો થયો નથી. રિપોર્ટ્સ મુજબ, સંદીપ વાંગાએ ‘ડેવિલ’ માટે મહેશ બાબુ સાથે સંપર્ક કર્યો હતો પણ અભિનેતાને આ ફિલ્મ બહુ ડાર્ક લાગતા તેણે ના પાડી હતી.

આ પણ વાંચો: કબડ્ડી સાથે એક માના સપનાનું કમ-બેક, જુઓ કંગના રનૌતની ફિલ્મ ‘પંગા’નું ટ્રેલર

Image source: Instagram


0 comments on “‘કબીર સિંહ’ ફેમ સંદીપ વાંગાની ફિલ્મ ‘ડેવિલ’માં રણબીર કપૂરની જગ્યાએ પ્રભાસ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: