ગુજરાતી સિનેમા Movies

૬૬મો નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: હેલ્લારોને બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ એનાયત થયો (જુઓ વિડીયો)

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના હસ્તે ગઈ કાલે વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા ૬૬મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ સમારોહમાં વિવિધ કેટેગરીના વિજેતાઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ને બેસ્ટ ફીચર ફિલ્મ તરીકેનો એવોર્ડ મળ્યો હતો અને ૧૩ અભિનેત્રીઓને પણ જ્યુરી સ્પેશિયલ એવોર્ડ એનાયત થયો હતો. ‘હેલ્લારો’ના દિગ્દર્શક તથા ટીમે એવોર્ડ સ્વીકાર્યો હતો.

‘બેસ્ટ એક્ટ્રેસ’નો એવોર્ડ કીર્તિ સુરેશને એનાયત થયો હતો જેણે તેલુગુ ફિલ્મ ‘મહાનતી’માં અદ્ભુત અભિનય કર્યો છે. તો બેસ્ટ એક્ટરનો એવોર્ડ વિકી કૌશલ અને આયુષમાન ખુરાનાને અનુક્રમે ‘ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈક’ અને ‘અંધાધુન’ માટે મળ્યો હતો.  મહાનાયક અમિતાભ બચ્ચન તેમની નાદુરસ્ત તબિયતને કારણે આ સેરેમનીમાં હાજર રહી શક્યા ન હતા.

75523286_110264643659708_9085838149706953552_n

આ પણ વાંચો:‘હેલ્લારો’ના બીજ ક્યાં રોપાયા અને તેના સર્જકો કોણ છે?

76821766_210594049968650_3074412820528561569_n

અક્ષય કુમાર અને રાધિકા આપ્ટે સ્ટારર ‘પેડમેન’ને શ્રેષ્ઠ સામાજિક વિષયની ફિલ્મ તરીકેનો એવોર્ડ એનાયત થયો હતો. અક્ષય કુમાર આ એવોર્ડ સ્વીકારવા માટે હાજર રહ્યા હતા.

૬૬મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સના વિજેતાઓની સંપૂર્ણ યાદી: 66મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સના વિજેતાઓ જાહેર; અંધાધુન બેસ્ટ હિન્દી ફિલ્મ, આયુષમાન-વિકી બેસ્ટ એક્ટર્સ

Image source: Instagram


0 comments on “૬૬મો નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: હેલ્લારોને બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ એનાયત થયો (જુઓ વિડીયો)

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: