Television

‘બાલિકા વધૂ’ ફેમ અવિનાશ મુખર્જી ‘શક્તિ અસ્તિત્વ કે એહસાસ કી’માં ભજવશે આ રોલ

‘બાલિકા વધૂ’માં જગિયાના રોલથી જાણીતો બનેલો અવિનાશ મુખર્જીએ વધુ એક પ્રોજેક્ટની જાહેરાત કરી છે. અવિનાશ કલર્સ ટીવીની સિરીયલ ‘શક્તિ અસ્તિત્વ કે એહસાસ કી’માં જોવા મળશે.

View this post on Instagram

An aphrodisiac light 💫 . . . @jinal_711 📸

A post shared by Avinash Mukherjee (@avinashmukherjee_) on

આ શોને ધીમે-ધીમે ઘણી લોકપ્રિયતા મળી છે. આ શોમાં એક મોટો ફેરફાર દર્શકોને જોવા મળશે કેમકે મેકર્સ શોમાં લીપ લાવવાના છે. શોની વાર્તા હર્મનનો કિન્નર દીકરો હીર એટલે કે સુમૈયા ખાન આસપાસ ફરશે.

આ પણ વાંચો:‘બાલિકા વધૂ’ના જગિયાને મળી ગઈ છે રિઅલ આનંદી; આ છોકરી સાથે રિલેશનશીપમાં છે

લીપ બાદ સોહમ અને હીર મોટા થઈ જશે. રિપોર્ટ્સ મુજબ, અવિનાશ મુખર્જી સોહમનું પાત્ર ભજવશે તો ‘થપકી પ્યાર કી’ ફેમ જિજ્ઞાસા સિંહ હીરના રોલમાં જોવા મળશે. અવિનાશ અગાઉ ‘સંસ્કાર- ધરોહર અપનો કી’ અને ‘ઇતના કરો ના મુઝે પ્યાર’માં જોવા મળ્યો છે. તમે અવિનાશને ફરી ટીવી સ્ક્રીન પર જોવા માટે ઉત્સાહિત છો?

આ પણ વાંચો:સ્ટાર પ્લસના સુપરનેચલ ડ્રામા શો ‘દિવ્ય દ્રષ્ટિ’માં વધુ ડ્રામા માટે અંતરા બેનરજી આવશે

Image source: Instagram


0 comments on “‘બાલિકા વધૂ’ ફેમ અવિનાશ મુખર્જી ‘શક્તિ અસ્તિત્વ કે એહસાસ કી’માં ભજવશે આ રોલ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: