Bollywood

અમદાવાદ હિંસામાં ઈજાગ્રસ્ત પોલીસકર્મીને જોઈને કંગના રનૌતની બહેન રડી પડી, લખ્યું કે..

બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતની બહેન રંગોલી ચંદેલ સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ છે. તે ફિલ્મી બાબત હોય કે રાજકારણ, પોતાનો મંતવ્ય આપવામાં કે લાગણીઓ શેર કરવામાં જરાય ખચકાતી નથી. તાજેતરમાં રંગોલીએ અમિત પંચાલ નામના વેરીફાઈડ અકાઉન્ટની એક પોસ્ટને રીટ્વિટ કરી છે જેમાં અમદાવાદ હિંસામાં ઈજાગ્રસ્ત પામેલા એસીપી રાજપાલ સિંહ રાણા ડ્યુટી પર જોઈ શકાય છે.

રંગોલીએ લખ્યું કે, “આપણા પોલીસ જવાનોને સલામ છે. આ ફોટો જોઈને મારી આંખમાંથી આંસુ આવી ગયા.”

ઉલ્લેખનીય છે કે, નાગરિકતા સુધારા બિલ ૨૦૧૯ પસાર થયા બાદ અનેક જગ્યાએ વિરોધના નામે હિંસા ફાટી નીકળી છે. આ હિંસક આંદોલનમાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે અને તેના ફોટોઝ અને વિડીયો સામે આવી રહ્યા છે. આ મામલે બોલિવુડ પણ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. કેટલાક કલાકારો આ બિલનો વિરોધ કરી રહ્યા છે તો કેટલાક તેને ટેકો આપી રહ્યા છે.

આ પણ વાંચો:કંગના કોઈને ચાહે ત્યારે તે જીવનભર તેમની કાળજી લે છે: ‘પંગા’ના ડિરેક્ટર અશ્વિની ઐયર તિવારી

આ એક્ટ આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. તો ખુદ અભિનેત્રી કંગના રનૌતે પણ એવા કલાકારોની ઝાટકણી કાઢી છે જેઓ આ બિલ અંગે ચૂપ છે અને કોઈ મંતવ્ય આપતા નથી. કંગના રનૌતની આગામી ફિલ્મ ‘પંગા’નું પોસ્ટર હાલમાં જ રિલીઝ થયું છે.

આ પણ વાંચો:કંગના રનૌત પ્રોડ્યુસર તરીકે બનાવશે ‘અપરાજિત અયોધ્યા’, રામ મંદિર પર આધારિત હશે ફિલ્મ


0 comments on “અમદાવાદ હિંસામાં ઈજાગ્રસ્ત પોલીસકર્મીને જોઈને કંગના રનૌતની બહેન રડી પડી, લખ્યું કે..

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: