Bollywood Movies

કરણ જોહરની ફિલ્મ ‘તખ્ત’માં કરીના કપૂર શાહજહાંની દીકરીના રોલમાં, અભિનેત્રીએ કહ્યું કે..

કરીના કપૂર ટૂંક સમયમાં અક્ષય કુમાર સાથે ‘ગુડ ન્યુઝ’માં જોવા મળશે ત્યારબાદ તે કરણ જોહરની ફિલ્મ ‘તખ્ત’ની તૈયારી પણ શરૂ કરવાની છે. આ ફિલ્મમાં કરીના શાહજહાંની દીકરીનો રોલ ભજવી રહી છે.

કરીના કપૂરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, તે ‘તખ્ત’માં શાહજહાંની દીકરી જહાંનારાની ભૂમિકા ભજવવાની છે. મુઘલ સામ્રાજ્યની સભામાં જહાંનારાનું સ્થાન મુખ્ય હતું કેમકે શાહજહાં પોતાના દરેક નિર્ણય જહાંનારાની સંમતિથી લેતા હતા.

બિરજુ મહારાજ પાસે ન શીખ્યાનો અફસોસ છે; કરીના કપૂર સાથે ખાસ વાતચીત વાંચો (Exclusive)

કરીનાએ કહ્યું કે, “એ વખતે શાહજહાંએ દરેક નિર્ણયો જહાંનારાને પૂછીને લીધા હતા. જહાંનારા શાહજહાંની પહેલી દીકરી હતી અને હું આ રોલ નિભાવવા માટે બહુ ઉત્સાહિત છું.” સૂત્રો મુજબ, શાહજહાંના રોલમાં અભિનેતા અનિલ કપૂર જોવા મળશે. ફિલ્મનું શુટિંગ આવતા વર્ષે શરૂ થશે.

વિજય દેવરકોંડા સાથે જાન્હવી કપૂરનું સાઉથમાં ડેબ્યુ, અભિનેત્રીની ફી સાંભળીને ચોંકી જશો!

ઉલ્લેખનીય છે કે, કરણ જોહરની આ ફિલ્મ ‘તખ્ત’ એક મલ્ટી-સ્ટારર ફિલ્મ છે જેમાં વિકી કૌશલ, આલિયા ભટ્ટ, રણવીર સિંહ, કરીના કપૂર, અનિલ કપૂર, જાન્હવી કપૂર, ભૂમિ પેડનેકર, શરદ કેલકર જોવા મળશે.

Image source: Instagram


0 comments on “કરણ જોહરની ફિલ્મ ‘તખ્ત’માં કરીના કપૂર શાહજહાંની દીકરીના રોલમાં, અભિનેત્રીએ કહ્યું કે..

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: