Bollywood Movies

વિજય દેવરકોંડા સાથે જાન્હવી કપૂરનું સાઉથમાં ડેબ્યુ, અભિનેત્રીની ફી સાંભળીને ચોંકી જશો!

બોલીવુડ એક્ટ્રેસ જાન્હવી કપૂરે થોડા સમય પહેલા જ હિન્દી ફિલ્મોમાં કરિયરની શરૂઆત કરી હતી અને હવે અભિનેત્રી સાઉથની ફિલ્મો તરફ વળી છે. તે ‘અર્જુન રેડ્ડી’ સ્ટાર વિજય દેવરકોંડા સાથે ડેબ્યુ કરશે.

આઈબી ટાઈમ્સની રિપોર્ટ મુજબ, જાન્હવી કપૂર અને વિજય દેવરકોંડાની ફિલ્મનું નામ ‘ફાઈટર’ હશે. જાન્હવીને આ ફિલ્મ માટે ૩.૫ કરોડ જેટલી રકમ આપવામાં આવશે. તેણે હાલમાં જ પોતાની કારકિર્દી શરૂ કરી છે ત્યારે આ રકમ કોઇપણ એક્ટર માટે બહુ મોટી રકમ કહેવાય. આ ઓફર પછી જાન્હવી કપૂરે અનેક મોટી અભિનેત્રીઓને અસુરક્ષિત કરી નાખી છે.

View this post on Instagram

Still fighting jet lag tbh….✨

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

રિપોર્ટ્સ મુજબ, કરણ જોહરે જાન્હવીનું નામ ડિરેક્ટર પુરી જગન્નાથને સૂચવ્યું હતું. ફિલ્મનું હિન્દી વર્ઝન કરણ જોહર બનાવશે. જાન્હવીએ પોતાની કારકિર્દીની શરૂઆત કરણ જોહરની ફિલ્મ ધડકથી કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે ઈશાન ખટ્ટર હતો.

‘અર્જુન રેડ્ડી’ ફેમ એક્ટ્રેસ ‘જયેશભાઈ જોરદાર’માં રણવીર સિંહ સાથે જોડી જમાવશે

જાન્હવી કપૂર આ સિવાય ગુંજન સક્સેનાની બાયોપિક ‘ધ કારગીલ ગર્લ’માં જોવા મળશે. આ ઉપરાંત તે રાજકુમાર રાવ સાથે ‘રુહીઅફ્ઝા’ અને કરણ જોહરની ફિલ્મ ‘તખ્ત’માં પણ કામ કરી રહી છે.

સંજય લીલા ભણસાલી મુશ્કેલીમાં, અજય દેવગણે ફરી તેમની ફિલ્મ ઠુકરાવી!

Image source: Instagram


0 comments on “વિજય દેવરકોંડા સાથે જાન્હવી કપૂરનું સાઉથમાં ડેબ્યુ, અભિનેત્રીની ફી સાંભળીને ચોંકી જશો!

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: