Bollywood

‘દબંગ 3’ને સલમાન ખાસ રીતે પ્રમોટ કરશે, આ રીતે તેણે અગાઉ ક્યારેય પ્રમોશન કર્યું નથી

બોલિવુડની સફળ ફ્રેન્ચાઈઝી ‘દબંગ’ શ્રેણીની ત્રીજી કડી ‘દબંગ 3’ને રિલીઝ થવાને આડે હવે બસ થોડા જ દિવસો બાકી છે ત્યારે દર્શકોનો ઉત્સાહ ચરમસીમાએ છે. ‘દબંગ 3’ સલમાન ખાનની એવી ફિલ્મ છે જે હિન્દી ઉપરાંત તમિલ, તેલુગૂ  અને કન્નડ ભાષામાં પણ રિલીઝ થવાની છે. એવામાં સલમાન તેના પ્રમોશન માટેની કોઈ જ કમી રાખવા માગતો નથી, અને આ માટે તે ચેન્નાઈ, હૈદરાબાદ અને બેંગ્લોર જશે. આવું પહેલી વાર બની રહ્યું છે કે સલમાન તેની ફિલ્મ માટે ત્રણ મોટા શહેરોની યાત્રાએ જશે.

View this post on Instagram

#MunnaBadnaamHua in Chennai today! #Dabangg3

A post shared by Salman Khan (@beingsalmankhan) on

‘દબંગ 3’ના મેકર્સે આ ત્રણેય શહેરમાં ભવ્ય સેટ-અપનું આયોજન કર્યું છે. સલમાનની સાથે કિચ્ચા સુદીપ, સોનાક્ષી સિંહા, અરબાઝ ખાન, પ્રભુદેવા પણ આ પ્રમોશનલ ટૂરમાં જોડાશે. જ્યારથી આ સમાચાર ફરતા થયા છે ત્યારથી જ ત્રણેય શહેરના સલમાનના ચાહકો તેને જોવા માટે ઉત્સુક થઈ રહ્યા છે. ફિલ્મમાં કન્નડ સુપરસ્ટાર કિચ્ચા સુદીપ વિલનની ભૂમિકામાં જોવા મળશે. દર્શકોને રોબીનહૂડ પાંડે અને બાલી સિંહ વચ્ચે જબરદસ્ત એક્શન જોવા મળશે. આ પણ વાંચો: ‘રાધે’ ફિલ્મના સેટ પર સલમાન ખાનની દબંગગીરી, લાગુ કર્યા ૧૫ નિયમો

થોડા સમય પહેલાં જ ‘દબંગ 3’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે જેને દર્શકો પસંદ કરી રહ્યા છે. આ વર્ષની બહુપ્રતીક્ષિત ફિલ્મ ‘દબંગ 3’ને પ્રભુદેવાએ ડીરેક્ટ કરી છે. ફિલ્મ સલમાન ખાન ફિલ્મ્સના બેનર હેઠળ સલમા ખાન, અરબાઝ ખાન અને નિખિલ દ્વિવેદી દ્વારા નિર્મિત છે. 20 ડિસેમ્બર, 2019ના દિવસે ફિલ્મ રિલીઝ થશે.

ફિલ્મનું ટ્રેલર જુઓ અહીં:

0 comments on “‘દબંગ 3’ને સલમાન ખાસ રીતે પ્રમોટ કરશે, આ રીતે તેણે અગાઉ ક્યારેય પ્રમોશન કર્યું નથી

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: