Bollywood Movies

રણવીર-આલિયાની ‘ગલી બોય’ ઓસ્કાર રેસમાંથી બહાર, આ છે શોર્ટલિસ્ટ થયેલી ૧૦ ફિલ્મો

થોડા મહિના પહેલા રણવીર સિંહ-આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગલી બોય’ ૯૨મા ઓસ્કાર એવોર્ડ માટે ભારત તરફથી નોમિનેટ થઈ છે એ સમાચાર સાંભળીને દરેક ભારતીયને ગર્વની લાગણી થઈ હતી. આ ફિલ્મ પહેલા બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મની કેટેગરીમા હતી જે બાદમાં બેસ્ટ ફોરેન લેન્ગ્વેજ ફિલ્મની કેટેગરી બની. ‘ગલી બોય’ ધારાવીની ઝુંપડપટ્ટીમાં રહેતા અને સંઘર્ષ કરીને સેલિબ્રિટી બનતા બે રેપર્સ ડિવાઈન અને નેઝીની વાર્તા છે જેને ઓડિયન્સ અને ક્રિટીક બંનેએ વખાણી હતી.

આ ફિલ્મ ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ થાય તેના માટે સૌ ઉત્સાહિત હતા. અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પણ આ ફિલ્મને ભરપૂર પ્રેમ મળે તે માટે લોસ એંજલેસમાં અનેક જગ્યાએ સ્ક્રિનિંગ ગોઠવી હતી.

આ પણ વાંચો:અક્ષય કુમારે કહ્યું- મોટા ડિરેક્ટરો મને પોતાની ફિલ્મમાં નથી લેતા એટલે નવા સાથે કામ કરું છું’

જો કે, લેટેસ્ટ રિપોર્ટ મુજબ, આ ફિલ્મ ઓસ્કાર રેસમાંથી બહાર થઈ ગઈ છે. જ્યારે શોર્ટલિસ્ટ પામેલી ૧૦ ફિલ્મો આ મુજબ છે: ધ પેઈન્ટેડ બર્ડ (ઝેક રિપબ્લિક), ટ્રુથ એન્ડ જસ્ટિસ (ઇસ્ટોનિયા), લા મિઝરેબલ્સ (ફ્રાન્સ), ધોઝ હુ રીમેઈન્ડ (હંગેરી), હનીલેન્ડ (નોર્થ મેકેડોનીયા), કોર્પસ ક્રિસ્ટી (પોલેન્ડ), બીનપોલ (Beanpole) (રશિયા), એટલાન્ટીક્સ (સેનેગલ), પેરેસાઇટ (સાઉથ કોરિયા) અને પેઈન એન્ડ ગ્લોરી (સ્પેઇન).

Image source: Instagram


0 comments on “રણવીર-આલિયાની ‘ગલી બોય’ ઓસ્કાર રેસમાંથી બહાર, આ છે શોર્ટલિસ્ટ થયેલી ૧૦ ફિલ્મો

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: