Television

ટીવી એક્ટર મોહિત મલિકે ‘કુલ્ફીકુમાર બાજેવાલા’ શો છોડ્યો, આ છે કારણ

ટીવી શો કુલ્ફીકુમાર બાજેવાલા દર્શકોની મનપસંદ સિરિયલોમાંથી એક છે. તાજેતરમાં કુલ્ફીના પપ્પા સિકંદર સિંહ ગિલ બનતા મોહિત મલિકે આ શો છોડી દીધાના સમાચાર આવ્યા છે. સૂત્રો મુજબ, આ સિરીયલમાં લીપ બતાવવામાં આવશે જેથી અભિનેતા મોહિત મલિકે આ શો છોડી દીધો છે.

મોહિતે આ અંગે ખુલાસો કરતા જણાવ્યું કે, “શોમાં બે નાની છોકરીઓના પિતા તરીકે હું બરાબર હતો, પણ લીપ આવ્યા બાદ બે મોટી છોકરીઓનો પિતા હું ન બની શકું કેમકે એ બહુ અજીબ લાગશે. હું અત્યારે શુટિંગ કરી રહ્યો છું અને આ વાત બહુ અજીબ છે કે હવે હું મારી ઓન સ્ક્રીન દીકરીઓ સાથે વધુ સમય નહીં વિતાવી શકું. મે તેમની સાથે પોતાની દીકરીઓની જેમ સીન ભજવ્યા છે એટલે જુદા પડવું થોડું મુશ્કેલ છે.”

આ પણ વાંચો:રેડ બિકીનીમાં ટીવીની પ્રેરણાનો કાતિલ અંદાજ, માલદીવના દરિયામાં લગાવી આગ

ઉલ્લેખનીય છે કે, શોમાં બ્રેન ટ્યુમરથી સિકંદરનું મોત થશે અને મોહિતનું પાત્ર પણ નહીં રહે. અત્યારે શોમાં સિકંદરને બ્રેન ટ્યુમર છે તેવું દર્શાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો:ટાઇફોઇડને લીધે ‘બિગ બોસ’નો આ સ્પર્ધક હોસ્પિટલમાં, પરિવાર સાથે વાત કરવાની મનાઈ!

૨૦૧૮માં શરુ થયેલો ‘કુલ્ફીકુમાર બાજેવાલા’ ટૂંક સમયમાં જ દર્શકોનો લોકપ્રિય શો બની ગયો હતો અને અનેક વખતે ટીઆરપી ટોપ-૧૦ લિસ્ટમાં સામેલ થયો હતો.

Image source: Instagram


0 comments on “ટીવી એક્ટર મોહિત મલિકે ‘કુલ્ફીકુમાર બાજેવાલા’ શો છોડ્યો, આ છે કારણ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: