Bollywood Movies

બાલાકોટ એરસ્ટ્રાઈક પર ફિલ્મ બનાવશે સંજય લીલા ભણસાલી

સૌ જાણે જ છે કે બોલીવુડમાં હાલ બાયોપિક અને સત્ય ઘટનાઓ પર આધારિત ફિલ્મોનો દોર ચાલી રહ્યો છે. ઘણી બધી ફિલ્મો બની ચૂકી છે અને ઘણી બની રહી છે જેમાંથી એક છે બાલાકોટ એરસ્ટ્રાઈક. સમાચાર મુજબ જાણીતા દિગ્દર્શક સંજય લીલા ભણશાલી અને ભૂષણ કુમાર આ વર્ષે ફેબ્રુઆરીમાં કરવામાં ભારતીય વાયુદળ દ્વારા પાકિસ્તાનના બાલાકોટમાં કરવામાં આવેલી એરસ્ટ્રાઈક પર સાથે મળીને એક ફિલ્મ બનાવી રહ્યા છે.

તેમણે થોડા સમય પહેલા જ આ વાતની ઘોષણા કરી હતી. ફિલ્મ ‘રોક ઓન’ ના નિર્દેશક અભિષેક કપૂર વાયુસેનાની ઉપલબ્ધીઓ પર બનનારી આ ફિલ્મનું નિર્દેશન સંભાળશે. તેઓ આ ફિલ્મની વાર્તા પણ લખી રહ્યા છે.

પોતાની બહેનના નિધનના સમાચાર સાંભળ્યા બાદ પણ નવાઝુદ્દીને શ્રેષ્ઠ અભિનય કર્યો!

બાલાકોટ એરસ્ટ્રાઈક પર બનનારી આ બીજી ફિલ્મ હશે. આ પહેલા ‘બાલાકોટ – એક સત્ય ઘટના’ ફિલ્મ બની ચુકી છે. જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં 14 ફેબ્રુઆરીના રોજ સીઆરપીએફ દળો પર કરવામાં આવેલા આંતકી હુમલાના જવાબમાં ભારતીય વાયુદળે આ એરસ્ટ્રાઈક કરી હતી. પુલવામા આંતકવાદી હુમલામાં ભારતે પોતાના 40 જવાનો ગુમાવ્યા હતા.

0 comments on “બાલાકોટ એરસ્ટ્રાઈક પર ફિલ્મ બનાવશે સંજય લીલા ભણસાલી

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: