Bollywood Movies

પોતાની બહેનના નિધનના સમાચાર સાંભળ્યા બાદ પણ નવાઝુદ્દીને શ્રેષ્ઠ અભિનય કર્યો!

તાજેતરમાં નવાઝુદ્દીન સિદ્દીકીની ૨૬ વર્ષીય બહેનનું નિધન થયું છે. નવાઝની બહેન સાયમા કેન્સરની લડત હાર્યા બાદ મૃત્યુ પામી છે. આ દુઃખદ સમાચાર સાંભળ્યા બાદ પણ નવાઝે પોતાની પ્રોફેશનલ લાઈફ સાથે સમાધાન ન કરતા શુટિંગ સમયે બેસ્ટ પરફોર્મન્સ આપ્યું. નવાઝ ન્યુયોર્કમાં તેની આગામી ફિલ્મ ‘નો મેન્સ લેન્ડ’નું શુટિંગ કરી રહ્યો હતો ત્યારે તેને પોતાની બહેન ગુમાવ્યાના સમાચાર મળ્યા હતા.

આ પણ વાંચો:‘છપાક’નું ટ્રેલર રિલીઝ, ફિલ્મ વિશે વાત કરતાં દીપિકા પદુકોણે ઈમોશનલ થઈ ગઈ (જુઓ)

ફિલ્મના ડિરેક્ટર મોસ્તફા સરવર ફારૂકીએ નવાઝના આ ડેડીકેશન અંગે ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, શુટિંગ દરમ્યાન જ્યારે પણ નવાઝ અને તેની ઓન-સ્ક્રીન બહેનના સીન ભજવાય ત્યારે તે બહુ લાગણીશીલ થઈ જતો. જોગાનુજોગ આ ફિલ્મમાં નવાઝની બહેનનું નામ પણ સાયમા છે. પરંતુ, તે એક ઉત્કૃષ્ટ અભિનેતા હોવાથી સીન બાદ તરત જ પોતાને સંભાળી લેતો. નવાઝુદ્દીને ડિરેક્ટરને એવું પણ પૂછ્યું હતું કે તમને ખ્યાલ હતો કે મારી બહેનનું નામ સાયમા છે? ત્યારે ડિરેક્ટરે કહ્યું કે આ સ્ક્રિપ્ટ તો પાંચ વર્ષ પહેલા જ લખાઈ ગઈ છે!

View this post on Instagram

Life of an artist! While rehearsing a scene from No Land's Man, @nawazuddin._siddiqui became slightly emotional but, since he is extremely professional, Nawaz quickly regained his composure. Later on I came to know the reason. The scene I mentioned was between him and his sister whose reel name was Saima. He asked me if I knew his sister's name is Saima too. I answered negative as my script was written five years ago and I had no idea about his sister. He then told me his sister Saima has been suffering from cancer for eight years and he has been trying everything he could to help her in this battle. So whenever he had scenes with Saima, he was feeling extremely emotional. I didn't know how to respond to this strange connection. I forgot this quickly as I had other things to deal with. Two days ago, while we were shooting a scene, he received a call. We had no idea what was going on. He completed the scene brilliantly. After we packed up, I came to know he lost his sister while we were shooting that scene. I have recently developed some idea about this man's attachment to his family. As someone who is strongly connected to the family, I could completely understand how he was feeling. I didn't know how to deal with this situation. But he knew. While coordinating everything back home, he continued his shoot and made sure our New York shoot is completed. He will fly home today. Maybe he will be standing silently in front of her grave. Maybe they will speak thousand words in silence. Maybe fiction and reality will merge into each other. #nolandsmanfilm

A post shared by Mostofa Sarwar Farooki (@farooki_mostofa) on

મોસ્તફાએ ઇન્સ્ટાગ્રામ પર આ અંગે એક પોસ્ટ લખી છે. એક સીન દરમ્યાન એવું પણ થયું હતું કે નવાઝુદ્દીન પોતાનું રડવું રોકી શકે તેમ ન હતો છતાં પણ સ્વસ્થતાથી એ સીન અદભુત રીતે ભજવ્યો હતો. હેટ્સ ઓફ નવાઝ!

મહેશ ભટ્ટ કરશે ડિજિટલ ડેબ્યુઃ પોતાની જિંદગી હવે નાના પડદે રજૂ કરશે?

Image source: Instagram


0 comments on “પોતાની બહેનના નિધનના સમાચાર સાંભળ્યા બાદ પણ નવાઝુદ્દીને શ્રેષ્ઠ અભિનય કર્યો!

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: