Around the WEB Bollywood Movies

મહેશ ભટ્ટ કરશે ડિજિટલ ડેબ્યુઃ પોતાની જિંદગી હવે નાના પડદે રજૂ કરશે?

જિઓ સ્ટુડિયોઝ સાથે મળીને વેબ-સિરીઝ બનાવવાની કરી જાહેરાત

અમદાવાદ.   સારાંશ, અર્થ, નામ અને ગેન્ગસ્ટર જેવી ફિલ્મો બનાવનારા જાણીતા પ્રોડ્યુસર-ડિરેક્ટર મહેશ ભટ્ટ તેમના ડિજીટલ ડેબ્યુ માટે તૈયાર છે. તાજેતરમાં તેમણે રિલાયન્સના જિઓ સ્ટુડિયોઝ સાથેના કૉલબરેશનથી એક વેબ-સિરીઝ બનાવવાની જાહેરાત કરી છે. મહેશ ભટ્ટે આ ન્યુઝ શેર કરીને પોતાના ડિજીટલ ડેબ્યુની ‘પરફેક્ટ શરૂઆત’ ગણાવી હતી.

આ વેબ-સિરીઝ દર્શકોને સિત્તેરના દાયકામાં લઈ જશે જેમાં સંઘર્ષ કરતા એક પરિણીત ફિલ્મમેકર અને એ સમયની ટોચની અભિનેત્રીના સંબધની ચડતી-પડતી બતાવવામાં આવશે. આ વાર્તા તેમના જ જીવનથી પ્રેરિત હોય તેમ લાગે છે. એક સમયે પરવીન બાબી સાથે મહેશ ભટ્ટનો લગ્નેતર સંબંધ ઘણો ચર્ચામાં રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ જ વિષય પર અગાઉ મહેશ ભટ્ટની જ ‘અર્થ’ અને ‘વો લમ્હે’ જેવી ફિલ્મો આવી ચૂકી છે. તેમાં પણ સ્ટ્રગલિંગ ફિલ્મમેકર અને ટોચની અભિનેત્રીના પ્રેમ સંબંધની વાત હતી.

‘અર્જુન રેડ્ડી’ ફેમ એક્ટ્રેસ ‘જયેશભાઈ જોરદાર’માં રણવીર સિંહ સાથે જોડી જમાવશે

હાલ મહેશ ભટ્ટ તેમની આગામી ફિલ્મ ‘સડક ૨’માં વ્યસ્ત છે જેમાં આલિયા ભટ્ટ, સંજય દત્ત, આદિત્ય રૉય કપૂર અને પૂજા ભટ્ટ કામ કરી રહ્યા છે. મહેશ ભટ્ટ 21 વર્ષ બાદ આ ફિલ્મ થકી ડિરેક્ટર તરીકે પાછા આવી રહ્યા છે.

Image source: Instagram

0 comments on “મહેશ ભટ્ટ કરશે ડિજિટલ ડેબ્યુઃ પોતાની જિંદગી હવે નાના પડદે રજૂ કરશે?

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: