Bollywood

તાનાજી-ઉદયભાણને આમને-સામને દર્શાવતું ગીત ‘શંકરા’ ટ્રેન્ડમાં, જુઓ તાનાજીનું શક્તિપ્રદર્શન

‘તાનાજી: ધ અનસંગ વોરિયર’ ભારતના મહાન યોદ્ધાઓમાંના એક તાનાજીની ગાથાને રજૂ કરવા સંપૂર્ણ રીતે તૈયાર છે. અજય દેવગણ, કાજોલ અને સૈફ અલી ખાન અભિનિત આ ફિલ્મના ટ્રેલરને દર્શકોનો ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે. તેઓ આ વીરગાથાને જોવા માટે ઉત્સાહિત છે. તાજેતરમાં જ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયા પછી ફિલ્મનું એક ગીત પણ લોન્ચ કરવામાં આવ્યું છે. ‘શંકરા’ નામના આ ગીતની ઝલકમાં ઉત્સવ અને શક્તિનું પ્રદર્શન દેખાડવામાં આવ્યું છે. આ પણ વાંચો: અક્ષય કુમારની ‘પૃથ્વીરાજ’નું શુટિંગ રાજસ્થાન અને મહારાષ્ટ્રના ૩૫ જેટલા સેટ પર થશે

આ પાવર-પેક્ડ ગીતમાં અજય અને સૈફનો દમદાર મુકાબલો જોવા મળશે. આ ભવ્ય ગીતની રચના મેહુલ વ્યાસ દ્વારા કરવામાં આવી છે, જેણે તેને ગાયું પણ છે. ગીતના શબ્દો અનિલ વર્માના છે. ગીતને ગણેશ આચાર્યએ કોરિયોગ્રાફ કર્યું છે. નિર્દેશક ઓમ રાઉત ગીત વિશે કહે છે, “મરાઠાઓ વેશ ધરવામાં માહેર હતા. આ ગીત એક ઘટનાની આસપાસ ઘૂમે છે જ્યારે તાનાજી ઉદય ભાણ સાથે આમને-સામને આવે છે, પણ યુદ્ધના મેદાનમાં નહિ. મેહુલ વ્યાસ અને અનિલ વર્માએ ગીતમાં જીવ નાખવા અપ્રતિમ કામ કર્યું છે.”

‘તાનાજી’ અજય દેવગણની 100મી ફિલ્મ છે. અજયની ADF તથા ભૂષણકુમારની ટી સિરીઝ દ્વારા નિર્મિત ‘તાનાજી’ને ઓમ રાઉતે દિગ્દર્શિત કરી છે. ફિલ્મ 10 જાન્યુઆરી, 2020ના દિવસર રિલીઝ થવા તૈયાર છે. ગીત જુઓ અહીં:

0 comments on “તાનાજી-ઉદયભાણને આમને-સામને દર્શાવતું ગીત ‘શંકરા’ ટ્રેન્ડમાં, જુઓ તાનાજીનું શક્તિપ્રદર્શન

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: