Bollywood

જર્સી હિન્દી રીમેક: 5 વર્ષ પછી શાહિદ સાથે ફરી દેખાશે પંકજ કપૂર, જાણો પિતા-પુત્ર કયાં પાત્રો નિભાવશે

તેલુગૂ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ની હિન્દી રિમેક ‘કબીર સિંહ’માં પોતાના શાનદાર અભિનયથી સૌનું દિલ જીતવાવાળા અભિનેતા શાહિદ કપૂર ફરીથી એક વખત એક તેલુગૂ ફિલ્મની સત્તાવાર હિન્દી રિમેકમાં લીડ રોલ ભજવતો જોવા મળશે. તેલુગૂ ફિલ્મ ‘જર્સી’ની હિન્દી રિમેકમાં તે એક ક્રિકેટરના રૂપમાં દેખાશે. ફિલ્મમાં શાહિદ ક્રિકેટરના રોલને ન્યાય આપવા હાલ ક્રિકેટની ટ્રેનિંગ લઈ રહ્યો છે.  હવે સમાચાર આવ્યા છે કે શાહિદને ફિલ્મમાં તેની લીડ એક્ટ્રેસ પણ મળી ગઈ છે. ‘સુપર 30’ ફેમ મૃણાલ ઠાકુર ફિલ્મમાં શાહિદની સામે જોવા મળશે.

તેલુગૂ ફિલ્મના નિર્દેશક ગૌતમ તિન્નનુરી જ હિન્દી વર્ઝનનું નિર્દેશન કરવાના છે. હવે સમાચાર છે કે ફિલ્મમાં શાહિદ કપૂર અને મૃણાલ ઠાકુર બાદ શાહિદના પિતા પંકજ કપૂરની પણ એન્ટ્રી થઈ છે. તેઓ ફિલ્મમાં શાહિદના કોચના રૂપમાં દેખાશે. ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શે ટ્વિટ કરીને આ માહિતી આપી છે. ફિલ્મનું શૂટિંગ જલ્દી જ ચંદીગઢમાં શરૂ થવાનું છે. ફિલ્મ આવતા વર્ષે, 28 ઓગસ્ટ, 2020ના દિવસે રિલીઝ થવાની છે. આ પણ વાંચો: અક્ષય કુમારે કહ્યું- મોટા ડિરેક્ટરો મને પોતાની ફિલ્મમાં નથી લેતા એટલે નવા સાથે કામ કરું છું’

View this post on Instagram

#jersey #prep

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on

પંકજ કપૂરની વાત કરીએ તો છેલ્લે તેઓ 2015માં ફિલ્મ ‘શાનદાર’માં દેખાયા હતા. એ પછી વેબ પ્લેટફોર્મ પર ‘ટોબા ટેક સિંહ’માં દેખાયા હતા. હવે 5 વર્ષના બ્રેક પછી ‘જર્સી’ને તેમની કમબેક ફિલ્મ કહી શકાય. પુત્ર શાહિદ સાથે તેઓ 2015માં ‘શાનદાર’માં અને એના પહેલાં 2011માં ‘મૌસમ’માં જોવા મળ્યા હતા. ‘મૌસમ’ તેમણે ડીરેક્ટ કરી હતી.

Image Courtesy: Instagram/ shahidkapoor.shasha

0 comments on “જર્સી હિન્દી રીમેક: 5 વર્ષ પછી શાહિદ સાથે ફરી દેખાશે પંકજ કપૂર, જાણો પિતા-પુત્ર કયાં પાત્રો નિભાવશે

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: