Bollywood Movies

રણવીર સિંહની ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’નું શુટિંગ શરુ, ગુજરાતમાં પણ થશે ફિલ્માંકન (વાંચો)

કપિલ દેવની બાયોપિક ‘૮૩’નું શુટિંગ પતાવ્યા બાદ રણવીર હવે તેની આગામી ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ના શુટીંગમાં વ્યસ્ત થઈ ગયો છે. કાલથી આ ફિલ્મ ફ્લોર પર ગઈ છે.

અગાઉ એવા સમાચાર હતા કે ફિલ્મનું શુટિંગ નવેમ્બરથી શરુ થશે અને ગુજરાત તેમજ મુંબઈમાં તેને ફિલ્માવવામાં આવશે. મેકર્સે હવે તેનું શુટિંગ શરુ કરી નાખ્યું છે. જો કે, આ ફિલ્મની લીડિંગ એક્ટ્રેસની જાહેરાત હજુ નથી થઈ પણ એવી અટકળો છે કે ‘અર્જુન રેડ્ડી’ ફેમ શાલિની પાંડે રણવીર સિંહ સાથે જોવા મળશે.

72306486_114273673164849_929723052619488482_n.jpg

આ પ્રોજેક્ટ વિશે રણવીરે કહ્યું હતું કે આ ફિલ્મની સ્ક્રિપ્ટ ચમત્કારી છે. તેનું લખાણ જ એટલું સારું હતું કે તે પોતાને આ ફિલ્મ કરતાં રોકી ન શક્યો. આ ફિલ્મના ડિરેક્ટર અને રાઈટર દિવ્યાંગ ઠક્કર ગુજરાતી છે જે ફિલ્મ ‘બે યાર’માં જોવા મળ્યો હતો.

‘બ્રહ્માસ્ત્ર’ની વાર્તા, પહેલા ભાગમાં શું હશે? ‘એવેન્જર્સ’થી છે ખાસ કનેક્શન (વાંચો)

પોતાના દરેક રોલને પરફેક્શન સાથે નિભાવતા રણવીરે આ ફિલ્મ માટે ઘણા કિલો વજન ઉતાર્યું છે. રણવીરે પોતાના પાત્ર વિશે કહ્યું કે, જયેશભાઈ એક સામાન્ય વ્યક્તિ છે જે અસામાન્ય પરિસ્થિતિમાં મુકાય ત્યારે બધું જ સામાન્ય કરી દે છે. તે પુરુષો અને સ્ત્રીઓના સમાન અધિકારોમાં વિશ્વાસ રાખે છે અને મહિલાઓની રક્ષા કરે છે. તે દયાળુ છે અને મજેદાર વ્યક્તિત્વ છે. મે આ પહેલા ક્યારેય આવું પાત્ર ભજવ્યું નથી.”

મારી પાસે જેના જવાબ નથી એના પરથી ફિલ્મો બનાવું છું: ઈમ્તિઆઝ અલી

Image source: Instagram

0 comments on “રણવીર સિંહની ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’નું શુટિંગ શરુ, ગુજરાતમાં પણ થશે ફિલ્માંકન (વાંચો)

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: