બોલિવુડમાં સૌથી ઝડપી જેનો સિતારો ચમકી ઉઠ્યો છે એવા અભિનેતા કાર્તિક આર્યન પાસે એકથી એક દમદાર ફિલ્મોની ઓફર છે. ૨૦૧૮માં ‘સોનુ કે ટીટ્ટુ કી સ્વીટી’ કર્યા બાદ આ યુવા સ્ટાર હીટ ફિલ્મો આપી રહ્યો છે.
તે હવે મુદસ્સર અઝીઝની ફિલ્મ ‘પતિ, પત્ની ઔર વોહ’માં જોવા મળશે. આ કોમેડી ફિલ્મ કાર્તિકની કારકિર્દીને આગળના સ્તરે લઈ જશે તેવું નિર્દેશકનું કહેવું છે. હવે આ અભિનેતા સંજય લીલા ભણસાલી સાથે પણ કામ કરવા જઈ રહ્યો છે.
આલિયા ભટ્ટ-પ્રિયંકા ચોપરા નહીં, આ અભિનેત્રી હતી ભણસાલીની ‘ગંગુબાઈ’ માટે પહેલી પસંદ
સૂત્રો મુજબ, “સંજય લીલા ભણસાલી ઇચ્છતા હતા કે કાર્તિક આર્યન ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં આલિયા ભટ્ટ ઓપોઝીટ કામ કરે પણ કાર્તિક તારીખ ફાળવી ન શકવાને લીધે આ ફિલ્મમાં હવે તે નહીં દેખાય, પણ કાર્તિક ટૂંક સમયમાં ભણસાલી પ્રોડક્શનની એક ફિલ્મ સાથે જોડાશે.”
રણવીર સિંહની ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’નું શુટિંગ શરુ, ગુજરાતમાં પણ થશે ફિલ્માંકન (વાંચો)
Image source: Instagram
0 comments on “કાર્તિક આર્યન હવે સંજય લીલા ભણસાલી સાથે કામ કરશે”