Bollywood Movies

અક્ષય કુમારે કહ્યું- મોટા ડિરેક્ટરો મને પોતાની ફિલ્મમાં નથી લેતા એટલે નવા સાથે કામ કરું છું’

અક્ષય કુમાર બહુ જ પ્રોમિસિંગ એક્ટર છે. તે પોતાની ફિલ્મો માટે સખત મહેનત કરે છે અને ચાહકોને ક્યારેય નિરાશ નથી કરતો. અક્ષય મોટેભાગે નવા ડિરેક્ટર્સ સાથે કામ કરે છે. તાજેતરમાં આની પાછળનું કારણ અભિનેતાએ જણાવ્યું છે.

આગામી ફિલ્મ ગુડ ન્યુઝના ટ્રેલર લોન્ચ વખતે અક્ષય કુમારે કહ્યું કે, “હું નવા ડિરેક્ટરો સાથે એટલે કામ કરું છું કેમકે મોટા-મોટા ડિરેક્ટર મને પોતાની ફિલ્મમાં નથી લેતા.”

View this post on Instagram

#MidWeekBlues anyone, after a mid-week holiday? 😫

A post shared by Akshay Kumar (@akshaykumar) on

અક્ષયે કહ્યું કે, “જ્યારે મોટા લોકો તમને કાસ્ટ નથી કરતા ત્યારે તમારે જાતે પોતાની જર્ની શરુ કરવી પડે છે. તમને જ્યારે મોટા પબ્લિકેશનમાં જોબ નથી મળતી ત્યારે તમે નાના પબ્લિકેશનમાં જાઓ છો. ત્યાંથી તમે કૂદકો મારો છો. લોકો તમને કેમ ગણકારતા નથી એવું વિચારીને તમે ઘરે ન બેસી શકો.”

રણવીર સિંહની ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’નું શુટિંગ શરુ, ગુજરાતમાં પણ થશે ફિલ્માંકન (વાંચો)

જ્યારે અક્ષયને એવું પૂછવામાં આવ્યું કે એક સમય હતો જ્યારે ડિરેક્ટર્સ ફક્ત ખાન સાથે કામ કરવા માગતા હતા. આ અંગે અક્ષયે કહ્યું કે, મોટા ડિરેક્ટર્સ એવા લોકો પાસે જાય છે જે ડિઝર્વ કરતા હોય. ફક્ત ખાન નહીં, કપૂર્સ અને અન્ય લોકો પણ છે. મને લાગ્યું કે હું ડિઝર્વ નથી કરતો એટલે મારી રીતે કમાવાનું શરુ કરી નાખ્યું.”

અક્ષયે આગળ જણાવ્યું કે, “હજુ પણ મારી સાથે કોઈ મોટા ડિરેક્ટર કામ કરવા નથી ઇચ્છતા. કરણ જોહર અને આદિત્ય ચોપરાને તમે પૂછી શકો છો. તેઓ મારી ફિલ્મો પ્રોડ્યુસ કરે છે પણ ડિરેક્ટ નથી કરતા.”

ડબલ મીનિંગ જોક્સવાળા રોલ કરવાનો તાપસી પન્નુનો ઇનકાર, કહ્યું- આઈટમ ગીત નહીં કરું

‘ગુડ ન્યુઝ’ના ડિરેક્ટર વિશે અક્ષયે કહ્યું કે, આ ફિલ્મના ડિરેક્ટર રાજ મહેતા મારા માટે ૨૧મા નવા ડિરેક્ટર છે. મને લાગે છે કે સારું કામ કરવાની લાલચ નવા ડિરેક્ટરોમા વધુ છે કેમકે તેમના માટે કરો યા મરોની સ્થિતિ હોય છે.

Image source: Instagram

0 comments on “અક્ષય કુમારે કહ્યું- મોટા ડિરેક્ટરો મને પોતાની ફિલ્મમાં નથી લેતા એટલે નવા સાથે કામ કરું છું’

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: