Bollywood Movies

ક્રિકેટર મિતાલી રાજની બાયોપિકમાં લીડ રોલ કરશે આ અભિનેત્રી, નામ હશે ‘શાબાશ મિઠૂ’

બાયોપિકના આ સમયમાં એક પછી એક બાયોપિક બનવાના સમાચાર આવી રહ્યા છે. હવે આ લિસ્ટમાં વધુ એક નામ ઉમેરાયું છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજ પર એક ફિલ્મ બનવા જઈ રહી છે અને આ રોલ બીજું કોઈ નહીં પણ દમદાર અભિનેત્રી તાપસી પન્નુ ભજવશે.

તાપસી પોતે પણ સ્પોર્ટ્સમાં રસ ધરાવે છે અને તેની પાસે સુંદર ફિલ્મોની ઓફર છે. તે અનુભવ સિન્હાની ‘થપ્પડ’માં કામ કરી રહી છે તો ગુજરાતની એથલેટ રશ્મિની બાયોપિકમાં પણ કામ કરી રહી છે.

અક્ષય કુમારની ‘પૃથ્વીરાજ’નું શુટિંગ રાજસ્થાન અને મહારાષ્ટ્રના ૩૫ જેટલા સેટ પર થશે

મિતાલી રાજની બાયોપિકનું નામ ‘શાબાશ મિઠૂ’ હશે અને તેને ‘રઈસ’ના ડિરેક્ટર રાહુલ ધોળકિયા ડિરેક્ટ કરશે. આટલું જ નહીં, મિતાલી રાજ આજે પોતાનો જન્મદિન મનાવી રહી છે ત્યારે તાપસીએ પણ મિતાલી સાથે કેક કટ કરીને સેલિબ્રેશન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, મિતાલી રાજ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની બેસ્ટ પ્લેયર્સમાંથી એક છે અને તે કેપ્ટન તરીકે પણ સફળ રહી છે. એવામાં તાપસી એ રોલ કઈ રીતે ભજવે છે તે જોવું રસપ્રદ રહેશે.

આલિયા ભટ્ટ-પ્રિયંકા ચોપરા નહીં, આ અભિનેત્રી હતી ભણસાલીની ‘ગંગુબાઈ’ માટે પહેલી પસંદ

Image source: Instagram

0 comments on “ક્રિકેટર મિતાલી રાજની બાયોપિકમાં લીડ રોલ કરશે આ અભિનેત્રી, નામ હશે ‘શાબાશ મિઠૂ’

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: