Bollywood South की Movies

રજનીકાંતની બહુ નજીક હતી સિલ્ક સ્મિતા, બોલ્ડ એક્ટ્રેસનું રહસ્યમય મોત થયું હતું (વાંચો)

દક્ષિણ ભારતીય સિનેમામાં સિલ્ક સ્મિતાનો જાદુ ઘણો વ્યાપક હતો. તેણે ઘણી તમિળ અને તેલુગુ ફિલ્મો કરી હતી. સિલ્ક સ્મિતાનો જન્મ 2 ડિસેમ્બર 1960 ના રોજ થયો હતો. સિલ્કનું બાળપણ ખૂબ જ સંઘર્ષોમાંથી પસાર થયું હતું. સિલ્કે તેની કારકિર્દીમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું તેમજ સાઉથ ઇન્ડસ્ટ્રીના મોટા કલાકારો રજનીકાંત અને કમલ હસન સાથે તેની સારી બોન્ડિંગ પણ હતી. સિલ્કે બંને અભિનેતાઓ સાથે ફિલ્મો પણ કરેલી. પરંતુ રજનીકાંત સાથે અભિનેત્રીના અફેરના સમાચાર પણ સામે આવ્યા હતા.

70586781_1535258576614490_4064633770380531317_n

80ના દાયકામાં કમલ હસન સાથેની ફિલ્મમાં કામ કરીને રાતોરાત સ્ટાર બનેલી આ અભિનેત્રી તેની બોલ્ડ ઇમેજ માટે જાણીતી છે. એવું કહેવામાં આવે છે કે, સિલ્કે ઘણી બી ગ્રેડ મૂવીઝ એટલે કે સોફ્ટ પોર્ન ફિલ્મો કરી છે. રજનીકાંત અને સિલ્કે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. તેમાં 1983 માં આવેલી ફિલ્મ ‘જીત હમારી હુઇ’, ‘થંગા મગન’, ‘પાયમ પુલી’ અને ‘સિવાપ્પુ સૂર્યા’ ફેમસ છે. આ ફિલ્મોમાં તેણીના ડાન્સ મૂવ્સ ઘણા વિવાદાસ્પદ રહ્યા.

દાઉદ ઈબ્રાહીમ સાથે જોડાયું હતું મંદાકિનીનું નામ, પછી બૌદ્ધ સાધુ સાથે લગ્ન કર્યા

રિપોર્ટ અનુસાર, રજનીકાંત એક પારિવારિક માણસ હોવા છતાં, સિલ્ક તરફ તેની લાગણીઓ ખૂબ હતી. સમાચારો અનુસાર, બંનેનું અફેર હતું અને આની સાથે એ પણ ચર્ચા છે કે, રજનીકાંત સિલ્કનાં શરીર પર સિગારેટથી ડાઘ પાડતા હતા. પરંતુ આ અહેવાલો પાછળ કોઈ મજબૂત પુરાવા નથી. સિલ્ક સ્મિતાને ઘણી નામનાં અને સંપત્તિ મળી હતી પણ તેને જીવનમાં કોઈ આરામની ક્ષણો મળી ન હતી. તેનું મૃત્યુ રહસ્યમય હતું. ઘણી રિપોર્ટ મુજબ, 1996માં સિલ્કે આત્મહત્યા કરી. પરંતુ તેનું મૃત્યુ કેવી રીતે થયું તે અંગે કોઈ નક્કર પુરાવા મળી શક્યા નથી. 2011ની વિદ્યા બાલન નિર્દેશિત ફિલ્મ ‘ડર્ટી પિક્ચર’ સિલ્ક સ્મિતાના જીવન પર બનાવવામાં આવી હતી.

બીમારી વખતે ઈલાજ કરી રહેલા ડોક્ટરથી વૈજયંતી માલાને પ્રેમ થઈ ગયો હતો, પછી..

70507608_126110991777179_1109095172335304200_n

Image source: Instagram

0 comments on “રજનીકાંતની બહુ નજીક હતી સિલ્ક સ્મિતા, બોલ્ડ એક્ટ્રેસનું રહસ્યમય મોત થયું હતું (વાંચો)

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: