ગુજરાતી સિનેમા Television

‘સાવજ – એક પ્રેમગર્જના’ના ‘મોંઘી’એ આ રીતે ઉજવ્યો જન્મદિવસ

નાના પડદાના ફેમસ સાસુ ‘મોંઘી’ એટલે કે નાદિયા કેટલા વર્ષના છે તમને ખ્યાલ છે ? નથી ખબર ને, તો અમે તમને જણાવી દઈએ. કલર્સ ગુજરાતી પર આવતી લોકપ્રિય સિરીયલ ‘સાવજ એક પ્રેમ ગર્જના’માં ‘તોરલ’ના સાસુનો રોલ કરી રહેલા નાદિયા હિમાનીએ તાજેતરમાં જ પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે. આ બર્થ ડે સાથે જ નાદિયા 26 વર્ષના થયા છે. જી હા, ગુજરાતી પડદાના સાસુ નાદિયા માત્ર 26 વર્ષના છે.

નાદિયાએ આ રવિવારે પોતાનો જન્મદિવસ ઉજવ્યો. તેમનો જન્મદિવસ સરપ્રાઈઝથી ભરપૂર રહ્યો. સૌથી પહેલા તો જન્મદિવસ શરૂ થતા જ તેમને બેસ્ટ ફ્રેન્ડ મહેક ભટ્ટ એટલે કે આપણી તોરલે પરિવાર સાથે સેલિબ્રેશન કરીને સરપ્રાઈઝ આપી. મહેક ભટ્ટે નાદિયાની બર્થ ડે પાર્ટી માટે સુંદર ડેકોરેશન કર્યું હતું. અને તેમણે પરિવાર સાથે બેસ્ટ ફ્રેન્ડનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો. આ સરપ્રાઈઝનો સિલસિલો નાદિયા માટે આખો દિવસ ચાલુ રહ્યો.

63b08022-f124-41b2-8295-5ccb4b542918.jpg

બાદમાં નાદિયાને તેમના ફ્રેન્ડ ક્રિષા સોનીએ પણ સરપ્રાઈઝ કેક આપ્યું. ક્રિષાએ પણ નાદિયાને કેક આપીને નાદિયાનો બર્થ ડે ઉજવ્યો. બાદમાં નાદિયાને ફેમિલીએ પણ સરપ્રાઈઝ આપીને બર્થ ડે ઉડવ્યો. આ સરપ્રાઈઝ આટલેથી જ ન અટકી. ડીડી ભારતીની ટીમનાજીતેન્દ્ર દવે- સિદ્ધાર્થ ઘોઘારી ઉપરાંત વિવેક શાહ પ્રોડક્શનના વિવેક શાહ તરફથી પણ નાદિયાને બર્થ ડે પર સરપ્રાઈઝ મળી. તો સાવજના સેટ પર પણ નાદિયાનો જન્મદિવસ ઉજવાયો. સાવજની ટીમના દ્રષ્ટિ પંડ્યા, પ્રિયાંક ગજ્જર, ફલક મહેતા, બીમલ દવે સાથે નાદિયાએ બર્થ ડે ઉજવ્યો.

d11b00ef-5142-4a22-81d3-9e6ac01ff94e.jpg

પોતાના જન્મદિવસે પણ નાદિયા ભાવનગરમાં નાટક ‘અંદર અંદર પોરબંદર’નો શો કરી રહ્યા હતા. ત્યારે નાટકની ટીમ તરફથી પણ તેમને સરપ્રાઈઝ મળી. અને નાટકના સેટ પર પણ નાદિયાનો જન્મદિવસ ઉજવાયો. ઉલ્લેખનીય છે કે નાદિયા સાવજ એક પ્રેમ ગર્જનામાં પોતાના પાત્રથી લોકપ્રિય થયા છે. આ ઉપરાંત તેઓ જુદા જુદા ગુજરાતી નાટકોમાં પણ કામ કરે છે.

0 comments on “‘સાવજ – એક પ્રેમગર્જના’ના ‘મોંઘી’એ આ રીતે ઉજવ્યો જન્મદિવસ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: