Bollywood Movies

અક્ષય કુમારની ‘પૃથ્વીરાજ’નું શુટિંગ રાજસ્થાન અને મહારાષ્ટ્રના ૩૫ જેટલા સેટ પર થશે

બે અઠવાડિયા પહેલા અક્ષય કુમારે યશરાજ ફિલ્મ્સની પહેલી અને સૌથી મોટી ઐતિહાસિક ફિલ્મ ‘પૃથ્વીરાજ’નું શુટિંગ શરુ કર્યું છે. આ ફિલ્મથી મિસ વર્લ્ડ માનુષી છિલ્લાર બોલિવુડમાં ડેબ્યુ કરશે. આ ફિલ્મને બનાવવા માટે મેકર્સ કોઈ પણ કસર છોડવા માંગતા નથી.

લેટેસ્ટ રિપોર્ટ મુજબ, આ ફિલ્મ માટે મેકર્સે મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ૩૫ જેટલા સેટ્સ તૈયાર કરાવ્યા છે. તેઓ આ ફિલ્મને એક વિઝ્યુઅલ સ્પેકટેકલ બનાવવા માગે છે. મહારાષ્ટ્રમાં ફિલ્મસિટી ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ સેટ લગાડવામાં આવશે અને આ કામ માટે હજારોની સંખ્યામાં લોકો કામ કરી રહ્યા છે.

‘સૂર્યવંશી’માં હું બધી ભડાસ કાઢીશ, વધારે કાર ઉડાડીશ: રોહિત શેટ્ટી #IFFI

યશ રાજ ફિલ્મ્સ દ્વારા ગયા મહિને જ જાહેરાત થઈ હતી કે માનુષી આ ફિલ્મમાં રાજકુમારી સંયોગિતાનું પાત્ર ભજવશે. ‘પૃથ્વીરાજ’ દિવાળી ૨૦૨૦ના રિલીઝ થશે.

Image source: Instagram

0 comments on “અક્ષય કુમારની ‘પૃથ્વીરાજ’નું શુટિંગ રાજસ્થાન અને મહારાષ્ટ્રના ૩૫ જેટલા સેટ પર થશે

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: