હૈદરાબાદમાં બનેલી ઘટનાને આખો દેશ વખોડી રહ્યો છે ત્યારે કલાકારો પણ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. તાજેતરમાં ‘કબીર સિંહ’ના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ પણ ટ્વીટ કરી હતી. તેમની આ ટ્વીટ પર ‘સેક્રેડ ગેમ્સ’ બનાવવાવાળા વિક્રમાદિત્ય મોટવાનીએ સવાલ ઉઠાવ્યો છે.
FEAR is the only factor which can change things radically in a society and FEAR should be the new rule. Brutal sentence will set an example. Now every girl in the country needs a firm guarantee.I request @warangalpolice to come into action.#RIPPriyankaReddy
— Sandeep Reddy Vanga (@imvangasandeep) November 30, 2019
સંદીપે ટ્વીટ કરી હતી કે, “ડર એક માત્ર એવું ફેક્ટર છે જે રેડિકલ (ઉગ્ર) વસ્તુને સમાજમાંથી કાઢી શકે છે અને ડર જ નવો નિયમ હોવો જોઈએ. અક્ષમ્ય અપરાધની સજા મળવી જ જોઈએ અને તે જ ઉદાહરણ સ્થાપિત કરશે. હવે દેશની પ્રત્યેક છોકરીને ગેરંટી જોઈએ છે. હું પોલીસ પાસે કાર્યવાહીની માંગણી કરું છું.”
સલમાન ખાનની ‘કિક ૨’ની રિલીઝ ડેટ ફાઈનલ, લીડ રોલ માટે આ અભિનેત્રીઓ છે હોડમાં
Will that FEAR stop them from slapping her? https://t.co/dgOIHyTWlU
— Vikramaditya Motwane (@VikramMotwane) December 1, 2019
આ ટ્વીટ પર વિક્રમાદિત્યએ સવાલ પેદા કર્યો હતો અને રીટ્વીટ કરી કે, “શું એ ડર તેને પણ થપ્પડ મારતા અટકાવશે?” ઉલ્લેખનીય છે કે, ‘કબીર સિંહ’ ફિલ્મમાં શાહિદ કપૂરનું પાત્ર પોતાની ગર્લફ્રેન્ડને થપ્પડ મારે છે અને છોકરી પછી કોઈ રિએક્શન નથી આપતી. આ સીન પર વિવાદ ઊભો થયો હતો.
જોન અબ્રાહમ-ઇમરાન હાશ્મીની ‘મુંબઈ સાગા’માં આ અભિનેતા બનશે બાળાસાહેબ ઠાકરે
Image source: Instagram
0 comments on “હૈદરાબાદની ઘટના અંગે કબીર સિંહના ડિરેક્ટરે કરી ટ્વીટ, સેક્રેડ ગેમ્સના નિર્માતાએ કર્યો સામો સવાલ”