Bollywood

સુનીલ શેટ્ટીએ કહ્યું, ‘ગોપી કિશન’ જોઈને મારી દીકરી આથિયા પણ કહેતી ‘મારા બે-બે બાપ’

બોલીવુડ એક્ટર સુનીલ શેટ્ટીની કોમેડી ફિલ્મ ‘ગોપી કિશન’ રિલીઝ થઈ એને ૨૫ વર્ષ થઈ ગયા છે. અભિનેતાએ આ પ્રસંગે રસપ્રદ વાતો ચાહકો સાથે શેર કરી હતી. ફિલ્મ કોમેડીને લીધે હીટ ગઈ હતી અને આ ફિલ્મ રિલીઝ થયા બાદ પણ ફિલ્મમાં જોવા મળેલા લાંબા શર્ટ, ડાન્સ અને ડાયલોગ્સને યાદ કરીને લોકો હસતા હતા.

કરણ જોહરની મલ્ટી-સ્ટારર ‘તખ્ત’નું શુટિંગ ૧૭૦ દિવસ ચાલશે, વાંચો ફિલ્મની વાર્તા-પાત્રો વિશે

તો આ ફિલ્મનો એક ડાયલોગ ‘મેરે દો-દો બાપ’ પણ જાણીતો બન્યો હતો. હવે આ બાબતે સુનીલ શેટ્ટીએ મજેદાર વાતો કરી છે. સુનીલે આ ફિલ્મ અંગે જણાવ્યું કે, “ગોપી કિશન પહેલા મને કોમેડી માટે કોઈ ગણકારતું ન હતું. મને ફક્ત એક્શન ફિલ્મોની જ ઓફર થતી. જ્યારે દીપક શિવદસાનીએ મને આ રોલ ઓફર કર્યો ત્યારે હું તૈયાર થઈ ગયો.”

સુનીલે આગળ જણાવ્યું કે, “આ મારા માટે એક વિજેતા જેવી સ્થિતિ હતી કેમકે મારા માટે કોમેડીના દરવાજા ખુલી ગયા અને મને ‘હેરાફેરી’ જેવી ફિલ્મોની ઓફર થઈ. જો ગોપી કિશનના ડાયલોગની વાત કરું તો મને ન’તી ખબર કે એક સામાન્ય ડાયલોગ આટલો ફેમસ થઈ જશે અને લોકો જ્યારે મને મળતા ત્યારે ‘મેરે દો-દો બાપ’ એ લાઈન બોલવા લાગતા.”

સલમાન ખાનની ‘કિક ૨’ની રિલીઝ ડેટ ફાઈનલ, લીડ રોલ માટે આ અભિનેત્રીઓ છે હોડમાં

સુનીલ કહે છે, “ફક્ત એટલું જ નહીં, મારી દીકરી આથિયા પણ આ ડાયલોગ બોલતા શીખી ગઈ. પછી હું એને સમજાવતો કે નહીં નહીં આથિયા.. આ ફની વાત નથી. તેને એ ડાયલોગ બહુ પસંદ હતો અને તે વારંવાર એ બોલીને હસ્યા કરતી.”

Image source: Pinterest

0 comments on “સુનીલ શેટ્ટીએ કહ્યું, ‘ગોપી કિશન’ જોઈને મારી દીકરી આથિયા પણ કહેતી ‘મારા બે-બે બાપ’

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: