Bollywood English language Movies Review

Review | હોટેલ મુંબઈ: આતંક સામે કોમનમેનની બહાદુરી દર્શાવતી સત્યકથા

Rating: 3/5

નિર્દશક: એન્થની મારાસ

કલાકારો: અનુપમ ખેર, દેવ પટેલ, એર્મી હેમ્મર, નાઝમીન બોનાડી, જેસન ઇઝાક્સ

MV5BZmYzMmY1NGQtOTQwOS00OTg3LTg3NGQtMWU1YzUxNjdhYWY5XkEyXkFqcGdeQXVyODc0OTEyNDU@._V1_QL50_SY1000_SX700_AL_

26 નવેમ્બર, 2008નો એ ગોઝારો દિવસ કોણ ભૂલી શકે? ઓબેરોય હોટેલ, કામા હોસ્પિટલ, સીએસટી સ્ટેશન અને નરીમાન હાઉસ સહિત હોટેલ તાજ મહાલ પેલેસ પર દરિયાપારથી આવેલા 10 પાકિસ્તાની આતંકવાદીઓએ મોતની ચાદર ફેલાવી દીધી હતી. ત્રણ-ત્રણ દિવસ સુધી આતંકખોરોએ સાઉથ મુંબઈને બાનમાં લીધું હતું, અને હોટેલ તાજમાં તો ચાર દિવસ સુધી લોહીની હોળી ખેલાતી રહી. છેક 29 નવેમ્બરે મોડે મોડે દિલ્હીથી NSGના કમાન્ડો પહોંચ્યા અને 9 આતંકીઓને ઠાર મારીને આ ગમખ્વાર હુમલાઓનો અંત આણ્યો. એક આતંકવાદી અજમલ કસાબ જીવતો પકડાયો. તેની પાસેથી માહિતીઓ ઉઘરાવીને છેવટે તેને 21 નવેમ્બર, 2012માં ફાંસી આપવામાં આવી. આખાય કાવતરાના સૂત્રધારો પાકિસ્તાનમાં હોવાના પૂરતા પુરાવા પાકિસ્તાની સરકારને સોંપવામાં આવ્યા.

26/11 તરીકે ઓળખાતા આ ટેરેરિસ્ટ એટેક વિશે ખૂબ બધું લખાયું છે અને લોકો તેનાથી પરિચિત છે. પરંતુ ઘટનાઓને ડીટેઇલમાં રજૂ કરતી કેટલીક સારી ફિલ્મો અને ડોક્યુમેન્ટ્રીઝ અગાઉ બની ચૂકી છે. રામ ગોપાલ વર્માની ફિલ્મ ‘ધ એટેક્સ ઓફ 26/11’માં શરૂથી અંત સુધીની ઘટનાઓ પર વ્યવસ્થિત અને અસરકારક રીતે પ્રકાશ પાડવામાં આવ્યો છે. નેશનલ જ્યોગ્રાફિક અને ડીસ્કવરી સહિતની ચેનલોએ પોઈન્ટ-ટુ-પોઈન્ટ માહિતી આપતી ડોક્યુમેન્ટ્રી ફિલ્મો પણ બનાવી છે. અગાઉ 26/11 પર ઘણું બધું બની ચૂક્યું હોવા છતાં તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘હોટેલ મુંબઈ’ જોવા જેવી છે. જ્યારે 11 વર્ષ જૂની આ ઘટના પરથી અગાઉ અનેક ફિલ્મો બની ચૂકી છે, તેમ છતાં ‘હોટેલ મુંબઈ’ શા માટે જોવી? તેમાં શું નવું હશે? જવાબ છે – આતંક સામે કોમનમેનની હિંમત અને બહાદુરી, જે ફિલ્મનો કેન્દ્રીય વિચાર છે. ફિલ્મ ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને ભારતના કો-પ્રોડકશનમાં બનેલી છે.  આ પણ વાંચો: મારા ડાયલોગ્સ વાયરલ થતા જોઈને આનંદ થાય છે: ‘હેલ્લારો’ના અભિનેત્રી નીલમ પંચાલ

MV5BNGMxZWZjNDgtMzVjOC00OWI1LWJjOWUtNTYwMTVjM2MxMDZiXkEyXkFqcGdeQXVyNzI1NzMxNzM@._V1_QL50_SX1777_CR0,0,1777,792_AL_

‘હોટેલ મુંબઈ’ની શરૂઆત એકદમ સાદાઈથી થાય છે. 26 નવેમ્બરની મોડી સાંજે લશ્કર-એ-તોયબાના 10 આતંકવાદી છોકરાઓ સ્પીડબોટમાં કોલાબાના દરિયા કિનારે ઉતર્યા અને પછી બબ્બેના જૂથમાં હુમલાના જુદા જુદા સ્થળો માટે ટેક્સી પકડે છે. બીજી તરફ એ જ દિવસે સવારે ચોવીસેય કલાક જાગતાં મુંબઈમાં રોજની ઘટમાળમાં જીવતી જિંદગીઓમાંના એક નાનકડા પરિવારની ખોલીમાંથી હોટેલ તાજમાં વેઈટરની નોકરી કરતો યુવાન અર્જુન (દેવ પટેલ) પણ દરરોજની જેમ તેની પ્રેગનેન્ટ પત્ની અને બાળકીને ચૂમીને ફરજ બજાવવા નીકળે છે. ટૂંકા હાથે ગુજરાન ચલાવતા અર્જુન જેવા બીજા કેટલાય વેઈટરો દરરોજની જેમ જ એ દિવસે પણ હંમેશની જેમ નોકરી પર જોડાય છે. હંમેશાની જેમ તાજમાં ભારતીય અને વિદેશી માલેતુજારોની રુઆબદાર આગતા-સ્વાગતા કરવા મહેલ જેવી તાજના કર્મચારીઓ ખડેપગે છે. મહેમાનોને તમામ પ્રકારની શાહી સુવિધાઓ અપાઈ રહી છે. આ તેમના માટે રોજના જીવનનો હિસ્સો છે. પરંતુ એ જ સાંજે આતંકનો ઓછાયો હોટેલ તાજ સહિત 12 જગ્યાઓને ઘેરી વળીને લોહીની નદીઓ વહાવવાનો છે. બને છે એવું કે તાજ મહાલ પેલેસ નજીકના જ લિઓપોલ્ડ કેફેમાં હુમલો થતાં જ ત્યાંના લોકો જીવ બચાવવા તાજમાં દોડી આવે છે, પરંતુ એ બધાંની સાથે બે આતંકખોરો પણ ઘૂસી ગયા છે એની કોલાહલમાં કોઈનેય ખબર નથી. પછી તો એ બંને ત્રાસવાદીઓ તાજમાં લાશો પાડવાનું કામ શરૂ કરી દે છે. અર્જુનને જાણ થતાં જ તે હેડ શેફ હેમંત ઓબરોય (અનુપમ ખેર)ને આતંકવાદીઓ ઘૂસ્યા હોવાનું જણાવે છે. હેમખેમ બચી ગયેલા પચાસથી સાઠ લોકો હવે હેમંત અને અર્જુનની જવાબદારી છે. હેવાન જેવા આતંકીઓથી બચીને કઈ રીતે તેઓ હિંમતપૂર્વક બાકી બચેલા લોકોને બહાર કાઢે છે એ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. હુમલાના કેટલાય કલાકો સુધી કમાન્ડો ફોર્સ તેમની મદદે પહોંચી નથી શકતી એ દરમિયાન લોહિયાળ તાજમાં સામાન્ય લોકો કઈ રીતે આતંક સામે ઝઝૂમે છે તેની સત્યઘટના પર ફિલ્મ આધારિત છે. 2009ની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ ‘સર્વાઇવિંગ મુંબઈ’ પરથી પ્રેરિત છે.

 

MV5BZTM0MzllMjgtZjExZC00MGZiLWJiMjItYzgwYzdmOTE3NjNlXkEyXkFqcGdeQXVyNzI1NzMxNzM@._V1_QL50_SX1777_CR0,0,1777,743_AL_

એકદમ સરળતાથી ફિલ્માંકન કરાયું હોવાથી કથાપ્રવાહમાં બહુ જ ઓછો ભંગ પડે છે. ફિલ્મનો સ્ક્રિનપ્લે સારો છે, બેકગ્રાઉન્ડ મ્યુઝિક સારું છે. ઓસ્ટ્રેલીયન નિર્દેશક એન્થની મારાસનું નિર્દશન વખાણવા લાયક છે. આતંક સામે હિંમતભેર માર્ગ કાઢતા વેઈટરોની સ્થિતિનું નિરૂપણ પ્રોમિસિંગ લાગે છે. કેટલાંક દૃશ્યોમાં હૃદય કંપી ઊઠે છે. ગોળીબારના અવાજોના પડઘા પણ સંભળાય છે જે સૂચવે છે કે ડીટેઇલિંગ પર મહદઅંશે યોગ્ય ધ્યાન આપ્યું છે. પીટર મેકનલ્ટી સાથે એન્થની મારાસે જ ફિલ્મનું એડીટિંગ સંભાળ્યું છે જે અમુક દૃશ્યો સિવાય ભાગ્યે જ નબળું પડે છે. કોમનમેનની બહાદુરી સાથે તેમની લાગણીઓને પણ સરસ રીતે આવરી લેવાઈ છે. ખૂબ જ જાણીતા વિષય પર ફિલ્મ બની છે, પણ તેની રજૂઆત રસપ્રદ છે એટલે દર્શકને ઘટનાક્રમની જાણ હોવા છતાં પણ કંઈક નવું જોવાની મજા પડે છે. આ પણ વાંચો: 26/11 આતંકી હુમલા પર આધારિત આ ફિલ્મોમાં જોવા મળી એ જ ભયાનક અને હૃદયદ્રાવક ઘટના

MV5BMDA5OTQxODYtMDNkYi00N2I1LTg4OGQtZjRjMzYyNDgzNmZiXkEyXkFqcGdeQXVyNzI1NzMxNzM@._V1_QL50_SX1777_CR0,0,1777,743_AL_

કેટલાંક નકારાત્મક પાસાં છે જે ન હોત તો ફિલ્મ છે તેના કરતાં વધુ સારી બનાવી શકાઈ હોત. દસેય આતંકીઓના ચહેરા અને તેમની બોલી પરથી તેમની જે પાશવતા દેખાવી જોઈએ એવી ઉપસતી નથી. તેમના પ્રત્યે જે હદે ધૃણા થવી જોઈએ તે નથી થતી. વળી, ફિલ્મમાં ભારતીયોને વધુ સ્પેસ આપવાને બદલે વિદેશીઓ પર ફોકસ કરાયું છે, જે અનુચિત લાગે છે. સંવાદો જોઈએ તેવી અસર નથી ઉપજાવતા. હજી વધુ સારા સંવાદ લખી શકાયા હોત તો ફિલ્મનો ઉઠાવ મજબૂત બનત. બે મુખ્ય ચહેરાઓ – અનુપમ ખેર અને દેવ પટેલ અભિનયમાં ઠીકઠાક રહે છે. એક્સ્ટ્રાઓર્ડિનરી જેવું કશું નથી. છતાં કથાની દૃષ્ટિએ ફિલ્મ ચાલી જાય છે.

ઓવરઓલ, મહદઅંશે સત્યઘટનાઓ અને તથ્યોમાં કલ્પનાના સહારે કેટલાંક સાચાં તો કેટલાંક ઉપજાવેલા પાત્રોને લઈને 26/11ની દર્દનાક ઘટના પર બનેલી ‘હોટેલ મુંબઈ’ જોઈ શકાય એમ છે. કોમનમેનની બહાદુરીના કેન્દ્રીય વિચારને તે યોગ્ય રીતે રજૂ કરવામાં સફળ નીવડે છે. તાજ હુમલા વખતે સામાન્ય લોકોએ દેખાડેલી નિસ્વાર્થ સેવાભાવી હિંમતને ફિલ્મ જોઈને દાદ આપશો.

Image Sources: Instagram/ Film Fare, IMDb

 

0 comments on “Review | હોટેલ મુંબઈ: આતંક સામે કોમનમેનની બહાદુરી દર્શાવતી સત્યકથા

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: