Bollywood

સલમાન ખાનની ‘કિક ૨’ની રિલીઝ ડેટ ફાઈનલ, લીડ રોલ માટે આ અભિનેત્રીઓ છે હોડમાં

૨૦૧૪માં આવેલી સલમાન ખાનની ‘કિક’ ફિલ્મ સફળ રહ્યા બાદ તેના બીજા ભાગની જાહેરાત કરવામાં આવી હતી.

73032535_474923216563963_4349805119500491638_n.jpg

સૂત્રો મુજબ, “કિક ફિલ્મને પાંચ વર્ષ વીતી ચૂક્યા છે છતાં લોકોને સલમાન ખાનના ડાયલોગ્સ યાદ છે. સલમાન ખાનને પણ એ ફિલ્મ કરવામાં મજા આવી હતી તેથી જ તેનો બીજો ભાગ બનાવવો એવું નક્કી થયું. સ્કિપ્ટ ફાઈનલ થઈ ગઈ છે અને હવે ડાયલોગ પર કામ ચાલી રહ્યું છે. કિક ૨ના ડિરેક્ટર અને પ્રોડ્યુસર સાજીદ નડિયાદવાલાને દરેક તબક્કા માટે પૂરતો સમય જોઈએ છે. તેથી ફિલ્મ ૨૦૨૧માં રિલીઝ થઈ શકશે.”

કરણ જોહરની મલ્ટી-સ્ટારર ‘તખ્ત’નું શુટિંગ ૧૭૦ દિવસ ચાલશે, વાંચો ફિલ્મની વાર્તા-પાત્રો વિશે

“સલમાનની દરેક ફિલ્મો મોટેભાગે ઈદ પર રિલીઝ થાય છે તેથી કિક ૨ પણ ૧૩ મે, ૨૦૨૧ના રિલીઝ થશે.” અગાઉ એવા સમાચાર હતા કે જેકલીન ફર્નાન્ડીઝ કિકમાં જોવા મળી હતી એટલે બીજા ભાગમાં પણ એ જ હશે, પણ એવું કહેવાય છે કે પૂજા હેગડેએ નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેનમેન્ટ સાથે ત્રણ ફિલ્મો કરી છે તેથી આ ફિલ્મ પણ એને મળે એવી શક્યતા છે. તો મેકર્સ કૃતિ સેનનના નામ અંગે પણ વિચારી રહ્યા છે. રિપોર્ટ મુજબ, “સાજિદ નડિયાદવાલા સલમાન ખાન પાસે આ ત્રણ નામ રજૂ કરશે અને દરેકની મંજૂરીથી લીડ અભિનેત્રીની પસંદગી થશે.”

Image source: Pinterest

0 comments on “સલમાન ખાનની ‘કિક ૨’ની રિલીઝ ડેટ ફાઈનલ, લીડ રોલ માટે આ અભિનેત્રીઓ છે હોડમાં

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: