Bollywood Movies

કરણ જોહરની મલ્ટી-સ્ટારર ‘તખ્ત’નું શુટિંગ ૧૭૦ દિવસ ચાલશે, વાંચો ફિલ્મની વાર્તા-પાત્રો વિશે

ઓગસ્ટ ૨૦૧૮માં કરણ જોહરે ‘તખ્ત’ ફિલ્મની મોટા પાયે જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ, વિકી કૌશલ, કરીના કપૂર ખાન, ભૂમિ પેડનેકર, અનિલ કપૂર, જાન્હવી કપૂર જેવા કલાકારોનો કાફલો જોવા મળશે.

takht.jpg

હવે કરણ જોહરે આ ફિલ્મના શુટિંગનું શિડ્યુલ નક્કી કરી નાખ્યું છે. ફેબ્રુઆરી ૨૦૨૦માં આ ફિલ્મ ફ્લોર પર જશે અને ૧૭૦ દિવસ તેનું શુટિંગ ચાલશે. અગાઉ એવા સમાચાર હતા કે ફિલ્મનું શુટિંગ ઇટલીમાં પણ થવાનું છે. હાલમાં તો બધા જ એક્ટર્સની તારીખ નક્કી થઈ રહી છે. રણવીર સિંહ, વિકી કૌશલ અને કરીના કપૂર મોટાભાગના સીન્સમાં સાથે દેખાશે. તો કરણ જોહર હાલ ફિલ્મની ફાઈનલ સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છે.

કાર્તિક આર્યન-દીપિકા પદુકોણે એરપોર્ટ પર ‘ધીમે ધીમે’ ડાન્સ કર્યો (જુઓ વાયરલ વિડીયો)

મુઘલ યુગ પર બેસ્ડ ‘તખ્ત’ બે ભાઈઓ ઔરંગઝેબ અને દારા શિકોહની લડાઈની વાર્તા હશે. વિકી કૌશલ ઔરંગઝેબનું પાત્ર ભજવશે તો રણવીર સિંહ દારા શિકોહ બનશે. કરીના કપૂર ઔરંગઝેબની બહેન જહાંનારા બેગમના રોલમાં દેખાશે જે મુઘલ સામ્રાજ્યની ફર્સ્ટ લેડી કહેવાય છે. તો અનિલ કપૂર શાહ જહાંનું પાત્ર ભજવશે.

Image source: Instagram/bollywoodhungama

 

0 comments on “કરણ જોહરની મલ્ટી-સ્ટારર ‘તખ્ત’નું શુટિંગ ૧૭૦ દિવસ ચાલશે, વાંચો ફિલ્મની વાર્તા-પાત્રો વિશે

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: