ફિલ્મ ‘કુલી નંબર ૧’ની રિમેક ભારે ચર્ચામાં છે. ડેવિડ ધવનની આ ફિલ્મમાં વરુણ ધવન અને સારા અલી ખાનની જોડી જોવા મળશે. આ ઉપરાંત ફિલ્મમાં અન્ય એક અભિનેતાની એન્ટ્રી પણ થઈ ગઈ છે.
આ અભિનેતા એટલે જાવેદ જાફરી. જાવેદ લોકોને હસાવતા જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન કરી રહેલા ડેવિડ ધવને ૧૯૯૫માં ગોવિંદા અને કરિશ્મા કપૂર સાથે આ જ નામથી એક ફિલ્મ બનાવી હતી જે સુપરહિટ બની હતી.
જોન અબ્રાહમ-ઇમરાન હાશ્મીની ‘મુંબઈ સાગા’માં આ અભિનેતા બનશે બાળાસાહેબ ઠાકરે
આ ફિલ્મની રિમેકમાં પરેશ રાવલ, રાજપાલ યાદવ, જોની લીવર, શિખા તલસાણીયા જેવા કલાકારો જોવા મળશે. જાવેદને વેલકમ કરતી એક ટ્વીટ પ્રોડક્શન હાઉસ દ્વારા કરવામાં આવી હતી.
He has always tickled our funny bones with his perfect comic timing! It's time to welcome a new member, @jaavedjaaferi to the #CoolieNo1 family! #1May2020@Varun_dvn #SaraAliKhan #DavidDhawan @vashubhagnani @jackkybhagnani @honeybhagnani @iamjohnylever @rajpalofficial pic.twitter.com/rcclielU0B
— Pooja Entertainment (@poojafilms) December 1, 2019
જાવેદ જાફરી તાજેતરમાં રિલીઝ થયેલી આયુષમાનની ફિલ્મ ‘બાલા’માં પણ જોવા મળ્યો હતો. કુલી નંબર ૧ પેલી મે, ૨૦૨૦ના રિલીઝ થશે.
Image source: Instagram
0 comments on “વરુણ-સારાની ‘કુલી નંબર ૧’માં હવે આ અભિનેતા કોમેડી રોલમાં જોવા મળશે”