ફિલ્મમેકર સંજય ગુપ્તા હાલમાં ગેંગસ્ટર ડ્રામા ‘મુંબઈ સાગા’ ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મમાં જોન અબ્રાહમ અને ઇમરાન હાશમી લીડ રોલમાં છે. આ સિવાય ફિલ્મમાં સુનીલ શેટ્ટી, પ્રતિક બબ્બર, ગુલશન ગ્રોવર વગેરે કલાકારો છે. અગાઉ જેકી શ્રોફ પણ આ ફિલ્મમાં હતો પણ તારીખ ન ફાળવી શકવાને લીધે જેકીએ આ ફિલ્મ છોડી છે. હવે મહેશ માંજરેકર આ ફિલ્મ સાથે જોડાયા છે.
રિપોર્ટ્સ મુજબ, મહેશ માંજરેકર શિવસેનાના બાળાસાહેબ ઠાકરેનો રોલ ભજવશે. પહેલા જેકી શ્રોફ આ રોલ ભજવવાનો હતો પણ તેણે આ ફિલ્મ છોડ્યા બાદ હવે મેકર્સ દ્વારા મહેશ માંજરેકરનો સંપર્ક કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં ૮૦-૯૦ના દાયકાની વાત છે ત્યારે એ જોવું રહ્યું કે ફિલ્મની વાર્તા કઈ રીતે રજૂ કરવામાં આવે છે.
જોન અબ્રાહમની એક્શન-થ્રિલર ‘અટેક’નો ફર્સ્ટ લુક: આ દિવસે ફિલ્મ રિલીઝ થશે
સંજય ગુપ્તા દ્વારા નિર્દેશિત અને ભૂષણ કુમાર દ્વારા નિર્મિત આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થાય તેવી શક્યતા છે.
Image source: Instagram
0 comments on “જોન અબ્રાહમ-ઇમરાન હાશ્મીની ‘મુંબઈ સાગા’માં આ અભિનેતા બનશે બાળાસાહેબ ઠાકરે”