ગુજરાતી સિનેમા Movies

મિકા સિંઘે ગુજરાતી ફિલ્મ માટે શૂટ કર્યું સોંગ, ફિલ્મમાં છે આ ગુજરાતી સુપરસ્ટાર

મિકા સિંઘના ફેન માટે સારા સમાચાર છે. પહેલીવાર પંજાબી સિંગર મિકા સિંઘે એક આખુ ગુજરાતી સોંગ રેકોર્ડ કર્યું છે. અપકમિંગ ગુજરાતી ફિલ્મ માટે મિકા સિંઘે એક સોંગ રેકોર્ડ કર્યું છે. આ ગીતમાં મિકાની સાથે સાથે જાણીતા ગુજરાતી સિંગર પાર્થિવ ગોહિલે પણ અવાજ આપ્યો છે. મિકા સિંઘે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સ્ટોરી મૂકીને શૂટિંગના કેટલાક વીડિયોઝ શૅર કર્યા હતા. મિકા સિંઘે શૅર કરેલા વીડિયોઝ – ફોટોઝ પરથી તો આ ગીત આઈટમ સોંગ હોવાનું લાગી રહ્યું છે.

આ પણ વાંચો:‘લવની ભવાઈ’ના ડિરેક્ટર સંદિપ પટેલ તેમની આગામી વેબ-સિરીઝ ‘ડુ નોટ ડિસ્ટર્બ’ વિશે શું કહે છે?; વાંચો અહીં…

મળતી માહિતી પ્રમાણે મિકાએ જે ફિલ્મ માટે સોંગ રેકોર્ડ કર્યું છે તે ફિલ્મમાં ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને માનસી પારેખ ગોહિલ સાથે દેખાશે. આ પહેલા બંને સંદીપ પટેલની વેબસિરીઝ ‘ડુ નોટ ડિસ્ટર્બ’માં દેખાયા હતા. જેમાં બંનેની કેમેસ્ટ્રી દર્શકોને પસંદ કરી હતી. હવે બંને સાથે એક ફિલ્મમાં દેખાવા જઈ રહ્યા છે. ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં પણ માનસી પારેખ ગોહિલની આ ડેબ્યુ ફિલ્મ છે. આ ફિલ્મનું શૂટિંગ અમદાવાદમાં પુરુ થઈ ચૂક્યુ છે. જો કે હજી સુધી ફિલ્મનું નામ જાહેર નથી થયું.

આ પણ વાંચો:…અને વિશા બની ગયા ‘મહેક – મોટા ઘરની વહુ’, વાંચો કેવી રીતે મળ્યો આ રોલ ?

ઉલ્લેખનીય છે કે માનસી પારેખ ગોહિલ ઉરી જેવી સુપરહિટ બોલીવુડ ફિલ્મમાં પણ કામ કરી ચૂક્યા છે આ ઉપરાંત તેઓ તમિલ ફિલ્મ લીલાઈ અને ઈન્ડિયા કોલિંગ, સુમિત સંભાલ લેગા, કિતની મસ્ત હૈ ઝિંદગી, ફોર જીવી ટીવી સિરિયલ્સમાં પણ દેખાઈ ચૂક્યા છે. હવે તેઓ આ ફિલ્મ દ્વારા ગુજરાતી ફિલ્મોમાં પણ ડેબ્યુ કરી રહ્યા છે.

0 comments on “મિકા સિંઘે ગુજરાતી ફિલ્મ માટે શૂટ કર્યું સોંગ, ફિલ્મમાં છે આ ગુજરાતી સુપરસ્ટાર

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: